વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઓલ ખાતે ઈન્ડિયન કોમ્યુનિયુટીને સંબોધતા એક સભામાં તેમની સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અને મહત્વપૂર્ણ પગલા અંગે કહ્યું હતું અને કેટલાક વિકાસના કાર્યો થયા છે. આ અંગે પોતાની સ્પીચ આપી હતી અને કહ્યું હતું કે, આગામી ૧૫ વર્ષમાં ભારત આર્થિક મહાસત્તાના ટોપ થ્રીમાં રહેશે.
વડાપ્રધાને કહ્યું કે, ભારત આર્થિક મહાસત્તામાં ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી ધરાવશે. વર્ષ ૨૦૧૮માં જીએસટી અને મુદ્રા યોજના જેવા કેટલાક મહત્વકાંક્ષી કાર્યો કરવામાં આવ્યા છે. જેને લઈને ભારત વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસતી આર્થિક દેશોની હરોળમાં આવી પહોંચ્યું છે. આજે ભારતનું અર્થતંત્ર વિશ્ર્વના છઠ્ઠા ક્રમે છે જેને પાંચમાં ક્રમે આવતા વાર લાગશે નહીં.
અડધો અડધ દશકામાં ભારત ટોચની આર્થિક મહાસત્તામાં સ્થાન મેળવશે. કોરીયાના ભારતીય લોકોને મોદીએ કહ્યું હતું કે, તમે લોકો માત્ર હોળી, દિવાળી, બૈસાખી જેવા તહેવારો ઉજવતા જ નથી પરંતુ કોરીયન લોકોને પણ આપણી સંસ્કૃતિ વિશે જાણકાર કરો છો. હવે કોરીયા જેવા શહેરોમાં પણ ભારતીય રેસ્ટોરન્ટ શરૂ થઈ રહ્યાં છે અને અહીંના રેસ્ટોરન્ટમાં પણ ભારતીય વાનગીઓનો સ્વાદ માણવા મળે છે અને વિશ્ર્વના લોકો જાણતા થયા છે કે ભારતીય વાનગીમાં કેટલો સ્વાદ અને તેની પ્રક્રિયા શું છે.
આ ઉપરાંત ભારતીય સીનેમાનો પણ વિશ્ર્વભરના લોકોમાં મનોરંજન ક્ષેત્રે પડઘો પડી રહ્યો છે. કોરીયન વિદ્યાર્થીઓના મોઢે આપણે કબ્બડી, કબ્બડી જેવા ફિલ્મોના નામો સાંભળીએ તો કોઈ નવાઈ નથી. એશિયન ગેમ્સમાં કોરીયન ટીમે કબ્બડીમાં જે સીલવર પદક હાંસલ કર્યું તેના માટે હું તેમને અભિનંદન પાઠવું છું. કહેવાય છે કે, દેશનું પ્રતિનિધિત્વ માત્ર એમ્બેસેડર કરે છે પરંતુ ભારતના દરેક લોકો તેના દેશનું પ્રતિબિંબ પાડે છે. માટે તમે દરેક ભારતીયો દેશના એમ્બેસેડર છો. ૩૦ મીલીયન ભારતીયોએ વિદેશમાં જઈ પોતાની શખત મહેનત અને પરીશ્રમના ભાગરૂપે ભારતની આગવી છાપ વિકસાવી છે. જો કે, પહેલાના સમયમાં ગાંધીજીને ત્યારે તેટલી મહત્વત્તા આપવામાં આવી ન હતી. પરંતુ આ વર્ષ આપણા માટે એટલે મહત્વનું છે કે, આપણે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિનું ભવ્ય આયોજન કરી રહ્યાં છીએ.
સાઉથ કોરીયા સાથે ભારતના સંબંધો ઉત્તરોત્તર પ્રગતિના પંથો પર રહ્યાં છે. શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે બન્ને દેશો વચ્ચે સારા સંબંધો વિકસીત થયા છે. એલજી, સેમસંગ, હ્યુડાઈ જેવી કંપનીઓની વસ્તુ ભારતમાં સહેલાઈથી વેંચાય છે અને લોકો સુધી પહોંચે છે તેથી ભારતની ઈકોનોમીને વિશ્ર્વની ટોચની મહાસત્તામાં સામેલ થવાની ઉજ્જવળ તકો છે.