જય વસાવડાનું વકતવ્ય, લોકડાયરો, રાસોત્સવ સહિતના કાર્યક્રમો: કથાકાર ભકિતપ્રકાશદાસજી સ્વામી ધાર્મિક દ્રષ્ટાંતો સાથે કથાનું રસપાન કરાવશે
તીર્થધામ સાંકળી (તાલુકો જેતપુર) જિલ્લો રાજકોટના સ્વામિનારાયણ આશ્રમમાં બિરાજતા બાલુડા ઘનશ્યામ મહારાજનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ એવમ કૃષ્ણ કથામૃતમનો ધાર્મિક કાર્યક્રમ તા.૧૧ થી ૧૩ એપ્રીલ ૨૦૧૯ સુધી વિવેકસાગરદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે. વાર્ષિક પાટોત્સવના ઉપલક્ષ્યમાં તા.૧૧/૪/૨૦૧૯ને ગુરુવારથી તા.૧૩/૪/૨૦૧૯ને શનિવાર સુધી ત્રિદિનાત્મક કૃષ્ણલીલા કથામૃતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સુપ્રસિદ્ધ કથાકાર ભકિતપ્રકાશદાસજી સ્વામી (મેંદરડા) કથાના વ્યાસાસને બિરાજી ધાર્મિક દ્રષ્ટાંતો સાથે સંગીતના સથવારે કથાનું રસપાન કરાવી સંતો તથા હરિભકતોના હેત અને હૈયા જીતી લેશે.
પોથીયાત્રા ૧૧/૪ને ગુરુવારે ૩:૩૦ કલાકે, કથાપ્રારંભ ૧૧/૪ને ૩:૩૦ કલાકે, યજ્ઞ પ્રારંભ ૧૧/૪ સવારે ૮:૦૦ કલાકે, જળયાત્રા ૧૩/૪ શનિવારે સાંજે ૪:૦૦ કલાકે, યજ્ઞ પૂર્ણાહુતી ૧૩/૪ શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે, કથા પૂર્ણાહુતી ૧૩/૪ શનિવાર રાત્રે ૧૧:૦૦ કલાકે, અભિષેક દર્શન ૧૧/૪ રવિવાર સવારે ૭:૦૦ કલાકે, અન્નકુટ દર્શન ૧૪/૪ રવિવારે સવારે ૯ થી ૧૧:૩૦ કલાકે તથા કથા શ્રવણ સમય બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૩૦, રાત્રે ૮ થી ૧૧ દરમ્યાન રહેશે.
૧૧/૪ મોટીવેશન સ્પીચ જય વસાવડા, ૧૨/૪ શુક્રવાર ભવ્ય લોકડાયરો ભીખુદાનભાઈ સાહિત્યકાર પંકજભાઈ ભટ્ટ, ૧૩/૪ શનિવારે ભવ્ય રાસોત્સવ યોજાશે. જેમિશ વિઠલાણી, અંકિત ખેની. હરિચરણદાસજી સ્વામી, રાધારમણદાસજી, મૂનિવત્સલદાસજી, હરિપ્રકાશદાસજી સ્વામી, આત્મજીવનદાસજી સ્વામી, ભકતવત્સલદાસજી સ્વામી, જેપી સ્વામી, દર્શનપ્રિય સ્વામી, ગૌપ્રેમી વાસુદેસપ્રસાદ સ્વામી, કિર્તન ભગત તથા નયનભગત દર્શન પ્રવચનનો લાભ આપશે. ટ્રસ્ટી પ્રદિપભાઈ ભાખર તથા શાળાના શિક્ષકગણ તેમજ બાલાજી હનુમાનજી મંદિરના મેનેજર નિખીલભાઈ ચોટલીયા પણ ઉપસ્થિત રહી સેવા કરશે. વિવેકસાગરદાસજી સ્વામી સૌ હરિભકતોને સહ પરિવાર પધારવા જાહેર અનુરોધ કર્યો છે.