એક દિવસમાં ૧૨,૯૧૧ સંક્રમિત: ૨૩,૧૯૭ દર્દીઓએ આપી મ્હાત
૨૨ દર્દીઓનો કોરોનાએ લીધો ભોગ: ૩૦૪ દર્દીઓની હાલત નાજુક
અબતક-રાજકોટ
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર પોઝિટિવ કેસની સામે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગઈ કાલે રાજ્યમાં
૧૨,૯૧૧ લોકો સંક્રમિત થયા છે જ્યારે તેનાથી બમણા એટલે ૨૩,૧૯૭ દર્દીઓએ વાયરસને મ્હાત આપ્યો છે. પરંતુ હજુ મૃત્યુદર કાબુમાં આવ્યો ન હોય તેમ ૨૨ દર્દીઓનો વાયરસે ભોગ લીધો છે અને હજુ ૩૦૪ દકરડીઓની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી છે. આજે રાજયમાં ફરી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અને, રાજયમાં આજે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૧૨,૯૧૧ કેસ નોંધાયા છે. જોકે કોરોનાના કારણે મૃત્યુઆંક થોડી ચિંતા વધારી રહ્યો છે. આજે કોરોનાને કારણે ૨૨ દર્દીના મોતના સમાચાર છે.
રાજયમાં આજે કોરોનાના કુલ ૨૩,૯૧૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો રાજયમાં હાલ કોરોનાના એકટીવ કેસની સંખ્યા ૧,૧૭,૮૮૪ છે. તો કોરોનાના ૩૦૪ દર્દી વેન્ટીલેટર પર છે. જોકે, કોરોનાને કારણે મોતની સંખ્યામાં વધારો ચિંતાની બાબત બની ગઇ છે. અમદાવાદ શહેરમાં ૭ લોકોનાં મૃત્યુ થયા. તો વડોદરામાં ૨ લોકોનાં મોત થયા. રાજકોટ શહેરમાં ૩ લોકો અને સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
રાજયમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં ૪૫૦૧ કેસ નોંધાયા છે. તો વડોદરામાં ૨૩૪૫ કેસ, સુરતમાં ૧૦૯૪, રાજકોટમાં ૧૨૬૭ કેસ, ગાંધીનગરમાં ૫૨૨, ભાવનગરમાં ૨૬૩ કેસ, જામનગરમાં ૨૧૫, જૂનાગઢમાં ૫૧ કેસ નોંધાયા છે.
છેલ્લા ઘણા દિવસોથી સુરત કરતા પણ રાજકોટમાં કોરોના કેસ અને મૃત્યુમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં ૪૪૦૫ કેસ, સુરત શહેરમાં ૭૦૮ કેસ, વડોદરા શહેરમાં ૧૮૭૧ કેસ, રાજકોટ શહેરમાં ૧૦૦૮ કેસ, જામનગર શહેરમાં ૧૭૨ કેસ, ભાવનગર શહેરમાં ૨૩૩ કેસ, ગાંધીનગર શહેરમાં ૩૬૪ કેસ, જુનાગઢ શહેરમાં ૧૫ નવા કેસ નોંધાયા છે.
તો બીજી તરફ મહેસાણામાં ૩૦૨ નવા કેસ અને બે લોકોનાં મોત થયા છે. તો ભરૂચમાં પણ કોરોનાના ૧૮૦ નવા કેસ અને બે દર્દીનાં મોત. જામનગર-વલસાડમાં કોરોનાના ૧૭૨-૧૭૧ નવા કેસ અને એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું. રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં ૫૨૪, સુરત ગ્રામ્ય ૩૮૬, ગાંધીનગરમાં ૩૬૪, પાટણમાં ૨૭૦, રાજકોટ ગ્રામ્યમાં ૨૫૯, બનાસકાંઠા-કચ્છમાં ૨૪૩-૨૪૩ કેસ સામે આવ્યા.