અબતક, જયેશ પરમાર
સોમનાથ
ગીર-સોમનાથ જીલ્લા ની સૌથી મોટી હોસ્પિટલ વેરાવળ ખાતે આવેલ છે. અતિ આધુનિક બિલ્ડીંગ હોવા છતાં અહી દર્દીઓ ખૂબ તકલીફ ભોગવે છે.પાંચ તાલુકાઓ ની વચ્ચે એક સૌથી મોટી સરકારી હોસ્પિટલ વેરાવળ ખાતે આવેલ છે પણ અહીં ડોકટર,પેરામેડિકલ અને અતિ આધુનિક સઁસાધનોનું અભાવ જોવા મળે છે.નગર સેવક અફઝલ પંજા દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહી સુવિધાઓ મા કોઈપણ જાતનું વધારો કરવામા આવતું નથી.કોરોના ની ત્રીજી લહેર ખૂબ ઝડપથી પ્રસરી રહી છે ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં જનરલ ફિઝીશિયન એટલે એમ.ડી. ડોકટર કાયમી ધોરણે નથી જે ખૂબ ગંભીર અને ચિંતાજનક બાબત છે.
વેરાવળ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં જનરલ ફિઝીશિયન,હાડકાના,નાક-કાન ના ડોકટર,રેડિયોલોજીસ્ટ, સીટી સ્કેન મશીન તેમજ પૂરતા પ્રમાણ મા દવાનો જથ્થો પણ નથી અને દર્દીઓને બહાર ની મેડીકલ ની દવા મજબૂર થઈને લેવી પડે છે.સામાન્ય અને મધ્યમ વર્ગ ના લોકો સિવીલ હોસ્પિટલનું લાભ લેવા માટે આવતા હોય છે પણ અહી પણ તેઓ સઁસાધનો ના અભાવને કારણે આર્થિક રીતે પિસાય છે.નગરસેવક અફઝલ પંજા એ આરોગ્ય મંત્રી અને અધિક્ષક ને લેખિત ફરિયાદ સાથે સવાલ કરેલ છે કે આ સઁસાધનોના અભાવના કારણે કોરોના ની ત્રીજી લહેરની ઝપટમાં લોકોના જીવ નું જોખમ થાય તો જવાબદાર કોણ?