મેચ ત્રણ દિવસમાં જ નિર્ણાયક બની રહે તો નવાઈ નહીં, પહેલી ઇનિંગની લીડ ભારત માટે નિર્ણાયક સાબિત થશે !!!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ આજથી ઈન્દોરમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટ શાનદાર રીતે જીતી છે. તેઓએ 2-0થી લીડ મેળવી લીધી છે, જ્યારે ઈન્દોર ટેસ્ટમાં જીતથી તેઓ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવા માટે મેદાને ઉતરી છે. ટોસ જીતી ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ આ નિર્ણય ટર્નિંગ વિકેટ ઉપર કદાચ ખોટો પણ સાબિત થયો હોય તેવું સાબિત થઈ રહ્યું છે.
પ્રથમ એક કલાકની રમતમાં ભારતે પોતાની 5 મહત્વપૂર્ણ વિકેટો ખૂબ સસ્તામાં ગુમાવી દીધી છે ત્યારે હાલની સ્થિતિને ધ્યાને લઈ ભારતને જો પહેલી ઇનિંગમાં લીડ મળે તે મેચ માટે નિર્ણાયક સાબિત થશે અને ત્રીજા દિવસે જ આ ત્રીજા ટેસ્ટ મેચનો નિર્ણય આવી જાય તો નવાઈ નહીં. એટલું જ નહીં ભારત જો સવાસો રન કરશે તો પણ ભારતીય ટીમ મેચ ઉપર પોતાની પકડ મેળવી શકશે તો સામે ભારત જો 100 રનમાં સીમિત રહેશે તો ટીમ માટે કપડા ચડાણરૂપ સાબિત થશે કારણકે આ ટર્નિંગ વિકેટ ઉપર ભારતીય દિગ્ગજો નિષ્ફળ નિવડિયા અને પ્રથમ તાકની જ રમતમાં અડધી ટીમ પોવેલિયન પરત ફરી ગઈ છે. ભારતે જે વિકેટો ફેંકી દીધી છે તેમાં બેટ્સમેનો ઓવર કોન્ફિડન્સ જોવા મળ્યો હતો.
ભારતીય સુકાની રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી છે અને કે એલ રાહુલના બદલે તેને શુભમનગીલ ઉપર ભરોસો મૂક્યો હતો પરંતુ ગિલને સફળતા મળી ન હતી.તો સામે પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. વર્તમાન સીરિઝમાં ટીમ ઈન્ડિયાને પહેલી વખત પહેલા બેટિંગ કરવાની તક મળી છે જેમાં રાહુલના બદલે ગિલ અને શામીના બદલે ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યું છે.
ઇન્દોરની વિકેટ ટર્નિંગ હોવાથી ભારતીય બેટ્સમેનોને ઘણી તકલીફ પડી રહી છે ત્યારે ભારતીય સ્પીનારોને પણ આ ટર્નિંગ ટ્રેકનો લાભ મળશે. 11 ઓવરના અંતે ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ છે. જેમાં રોહિત શર્મા 12 રન, શુભમ ગિલ 21 રન, ચેતેશ્વર પુજારા 1 રન, રવિન્દ્ર જાડેજા 4 રન અને શ્રેયસ એયર 0 રન બનાવી પેવેલિયન પરત ફરી ગયા છે.