ચારા કૌભાંડના ત્રીજા કેસમાં બુધવારે લાલુપ્રસાદ યાદવ ને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. CBIની સ્પેશિયલ કોર્ટના જજ એસ.એસ.પ્રસાદે ચાઈબાસા ટ્રેઝરીમાંથી ખોટી રીતે કાઢવામાં આવેલાં 33.67 કરોડ રૂપિયા અંગે આ ફેંસલો સંભળાવ્યો છે. આ પહેલાં તેઓ દેવધર ટ્રેઝરી અને ચાઈબાસ ટ્રેઝરીના વધુ એક કેસમાં દોષિત જાહેર થયાં છે. કોર્ટે બિહારના વધુ એક પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા ને પણ દોષી જાહેર કર્યાં છે. ખાસ વાત એ છે કે દેવધર ટ્રેઝરી કેસમાં જગન્નાથ મિશ્રા પણ આરોપી હતી, પરંતુ ત્યારે તેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં હતા. મિશ્રાને આ કેસમાં પાંચ વર્ષની સજા આપવામાં આવી છે.
કેટલાં આરોપીઓ દોષી જાહેર થયા
– આ કેસમાં 69 વર્ષના લાલુપ્રસાદ યાદવ સહિત 50 આરોપીઓને કોર્ટે દોષી જાહેર કર્યાં છે. જ્યારે કે 6 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.