સમસ્ત દેશના દરજી સમાજને એક સુત્રે બાંધનાર સંસ્થા દ્વારા મેડિકલ ફંડ ઉભુ કરવાનું અભિયાન જ્ઞાતિજનોનો જબ્બર પ્રતિસાદ
દરજી સમાજના સામાજીક આથિક શૈક્ષણીક વિકાસની નેમ સાથે 1ર વર્ષથી સેવારત શ્રી સમસ્ત દરજી જ્ઞાતિ યુવા સઁગઠન દ્વારા 10માં સમુહલગ્ન સાથે કેડીકલ ફંડ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
અબતકની મુલાકાતે આવેલા શૈલેષભાઇ ગોહેલ, રસીકભાઇ ગોહેલ, રાજુભાઇ હિંગુ, મયુરભાઇ સરવૈયા, હરેશભાઇ ચૌહાણ, અંકિતભાઇ ગોહેલ, રમેશભાઇ હીંગુ, અમિતભાઇ પરમાર, હિતેષભાઇ ગોહેલ, ભાવેશભાઇ મકવાણા, સમીરભાઇ ચૌહાણ, જીતુભાઇ પરમારે જણાવેલ કે એસ.એસ.ડી. વાય. એફ સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત છે 10 વર્ષથી સમુહલગ્નની સફળ પ્રબળ બાદ અને સમાજના જરુરીયાતો માટે મુશ્કેલીના સમયમાં મેડીકલ માટે ભંડોળ ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી સમસ્ત દરજી યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા 10માં સમુહલગ્નોત્સવ યોજાશે. 11 નવ યુગલો પ્રભુતામાં પગલા માંડશે. શ્રી સમસ્ત દરજી યુવા સંગઠન ટ્રસ્ટ તેમજ સ્વી મોનિંગ ના સંયુકત ઉપક્રમે જુનાગઢ ભવનાથની ગોદમાં મંગલનાથ વાડીમાં 11 સમુહ લગ્નોત્સવ તેમજ અનેક વિધ કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે.
સમાજની એકતા વિભાવનાને ઉજાગર કરવા સમસ્ત દરજી સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા સમુહ લગ્નના આયોજન કરી સમાજના જરુરીયાત મંદ પરીવારોને એક તાંતણે બાંધવાનું પ્રસંસનીય કાર્ય છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છીએ. ત્યારે આગામી તા. 11-6 ના શનિવારના રોજ ભવ્ય લોકડાયરો, રામ ગરબા, મહિલા પ્રતિભા સન્માન તેમજ સમાનના યુવા કલાકારોનું સન્માન કરશે. તેમજ તા. 1ર-6 ને રવિવારના રોજ 11 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે અને દાતાઓ તેમજ સમાજના અગ્રણીઓનું સન્માન તેમજ સ્મૃતિ વંદના અને મહાસંમેલન યોજાશે.
સમસ્ત દરજી યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા યોજાઇ રહેલા લાડલી સમુહ લગ્નોત્સવમાં અનેક વિધ કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે ત્યારે આ સંસ્થાનો મુખ્ય હેતુ સમુહ લગ્નમાં એકત્રિક થઇ રહેલા ફંડથી સમાજ માટે મેડીકલ સહાય આપનાર દિવસોમાં મળી રહે તેવો છે જેમના પગલે ટ્રસ્ટના અઘ્યક્ષ દુષ્યંતભાઇ ગોહેલ તેમજ તેમજ ટીમનો ઉદેશ્ય આવનાર દિવસોમાં જયાં પણ સમાજના ગરીબ ઘરોને મેડીકલ ફંડની જરુર પડે ત્યાં આ ટ્રસ્ટ હંમેશા ખડેપગે રહેશે.