આજના યુગમાં શું તમે ટેકનોલોજી વગર રહી શકો છો?તો લગભગ જવાબ એકજ આવશે કે જરાય નહીં તેના વગર તો રહી જ શકાય નહીં અને તેના વગર બધું અટકી જાય છે.કોઈને ફોન કરવો,મેસેજથી વાત કરવી અને હાલના યુગમાં મોબાઇલથી તમામ બિલ પણ તેના વગર ભરી શકાય છે. તેનું માત્ર એક કારણ છે ટેક્નોલોજી. ત્યારે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ૧૧ મે ૧૯૯૮ છે જે સમગ્ર દેશમા ઉજવાય છે. આ દિવસ તે ખાસ કરીને ભારતે મેડવેલી વિવિધ સિદ્ધિઓની ઉજવણી કરવા માટેનો એક ખાસ દિવસ છે.
આ રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ શું છે તમને ખબર છે ?
- પોખરણ-૨નું સફળ પરિક્ષણ
થોડા જ સમય પહેલા આવેલું એક હિન્દી ફિલ્મ પરમાણુ જેના ઉપરથી બનાવામા આવ્યું હતું તેજ ઘટના પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ભારતનું સૌ પ્રથમવાર ૧૯૭૪માં ભારતનું પ્રથમ પરમાણુ પ્રરિક્ષણ થયું હતું જે સ્માઇલિંગ બુદ્ધાના નામે અને કોડથી થયું હતું. ત્યારબાદ ૧૧ મે ૧૯૯૮ બીજીવાર ભારતનું બીજું પરમાણું પરીક્ષણ પોખરણમાં પોખરણ-૨ નામે થયું હતું જેમાં પાંચ મે 1998 માં ભારતીય સૈન્યની પોખરણ ટેસ્ટ રેન્જમાં ભારત દ્વારા કરવામાં આવેલા પાંચ પરમાણુ બોમ્બ પરીક્ષણ વિસ્ફોટ કરવામાં આવ્યું હતું. આ પરમાણુ પરિક્ષણ ઓપરેશન શક્તિ નામ અપાયું હતું.ત્યારે ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપાઈ દ્વારા ભારતને પૂર્ણ અણુ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતને પરમાણુ ક્લબમા શામેલ કરવામાં આવ્યું હતું અને તેનાથી ભારત ૬ રાજ્ય બન્યું હતું.
- પ્રથમ સ્વદેશી વિમાનનું ટેસ્ટિંગ ભારતમા
બેંગલોર ખાતે ૧૯૯૮મા ભારતનું પ્રથમ સ્વદેશી વિમાન જેનું નામ અપાયું હતું “હંસા-૩” તેનું ટેસ્ટિંગ કરાયું હતું અને તે સફળ થયું હતું. આ એક ૨ વ્યક્તિ બેસી શકે તેવું વિમાન બનાવામા આવ્યું હતું. જેનો મુખ્ય ઉપયોગ બે રીતે થઈ શકે તેમ હતો સૌ પ્રથમ હવાઈ તાલીમ અને ત્યારબાદ ઉડાન બંને માટે કરવામાં આવ્યો હતો.
- ભારત દ્વારા બનાવેલી શોર્ટ રેન્જ મિસાઇલનું ટેસ્ટિંગ
આ મિસાઇલનું નામ ત્રિશુલ આપવામાં આવ્યું હતું. આ મિસાઇલ ઇનટિગ્રેટેડ માર્ગદર્શિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ હેઠળ બનાવમાં હતું. આ મિસાઈલ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા બનાવાયી હતી. આજ દિવસે તેનું પણ સફળ ટેસ્ટિંગ થયું હતું. આ એક મિસાઇલ બાદ ભારતે તેજ રીતથી બીજી અનેક સફળ મિસાઇલ પૃથ્વી,આકાશ અને અગ્નિ મિસાઇલ બનાવામા આવી હતી.આ અનેક ભારતની વિશેષ સિદ્ધિઓ ભારતે આજ દિવસે મેળવી હતી અને તેના કારણથી રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસની ઉજવણી ભારતમા કરવામાં આવે છે.
આ દિવસની ઉજવણી કઈ રીતે થાય છે ?
આ દિવસ નિમિતે ટેક્નોલોજી ડેવલપમેંટ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા અનેક લોકો જે ટેક્નોલોજી સાથે જોડાયા છે તેને સન્માનીત કરવામાં આવે છે. તેના યોગદાન માટે આભાર સમાન તેને રાષ્ટ્રીય પુરસ્કારોથી સનમાનીત કરવામાં આવે છે. સાથે વિવિધ ઈજનેરી કોલોજો તેમજ તકનીકી સંસ્થાઓ દ્વારા સેમિનાર ગોઠવામાં આવે છે. આ ખાસ દિવસ માટે લેકચર પ્રવચનો અનેક સ્પર્ધાઓ વિજ્ઞાન સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
આ દિવસ કોના માટે ખાસ હોય છે?
આ દિવસ વૈજ્ઞાનિકો ઇજનરો અને તમામ ભારતને શ્રેષ્ટ નિર્માણ કરતાં વ્યક્તિઓ માટે ખાસ ગણાય છે. કારણ તેમને કરેલા અનેક પ્રયાસો અને તેમાં મેળવેલી ખાસ સિદ્ધિધો ભારતને ખૂબ આગળ લઈ ગઈ છે.