આગામી દિવસોમાં ચુંટણી છે.ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અને કોઈ ગુનાહિત પ્રવૃતિ ન થાય એ માટે આ ફ્લેગ માર્ચ યોજાતી હોય છે.ફલેગ માર્ચ નીકળતા સ્થાનિક્રો માર્ચ જોવા કતાર બંઘ ઉભા રહી ગયા હતા.શાંતી અને સુરક્ષાનુ વાતાવરણ ઉભુ કરી લોકોમાં કાયદા પ્રત્યે વિશ્વાસ નુ વાતાવરણ ઉભુ કરવા ફલેગ માર્ચ મહત્વની સાબિત થાય છે. લોકસભાની ચૂંટણી ટાણે નાગરીકોને સલામની ખાત્રી થાય એ માટે યોજાઇ ફ્લેગ માર્ચ
ટંકારા: લોકસભા ચૂંટણીને લઇ પોલીસ તંત્ર દ્વારા સૂરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની કવાયત હાથ ઘરાઇ છે.જેના ભાગરૂપે શનિવારે ટંકારા પોસ્ટે ના ફોજદાર એ.બી.જાડેજાની અધ્યક્ષતામાં એસ.આર.પીની એક બટાલિયનના હેડ તેમજ ૮૫ જવાનો સહિત ના ટંકારા શહેરમાં ફલેગ માર્ચ યોજી હતી. આ ઉપરાંત પંથકના વિરપર.લજાઈ, ધુવનગર. મિતાણા પ્રભુ નગર. જબલ પૂર સરાયારૂ, સાવડીં અને ઓટાળા સહિત ના ગામડાઓમાં પણ ફલેગ માર્ચ યોજાનાર છે