‘સર્વેશ્વર ચોક કા રાજા નહીં દેખા તો કુછ નહીં દેખા’
તા.૨ થી ૧૨ દરમિયાન દરરોજ હાસ્ય દરબાર, હસાયરો, શ્રીનાથજીની ઝાંખી, શિવતાંડવ અને રકતદાન કેમ્પ સહિતનાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે: વડિલોને ગણેશ ઉત્સવમાં લઈ આવીને ભોજન કરાવાશે: સર્વેશ્વર ચોક ચેરી. ટ્રસ્ટનાં કાર્યકરો અબતકની શુભેચ્છા મુલાકાતે
દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વેશ્વર ચોક ખાતે ગણેશ ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ખાસ ગામઠી થીમ રાખવામાં આવી છે જે ભાવિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવાની છે. ઉપરાંત તા.૨ થી ૧૨ દરમિયાન દરરોજ હાસ્ય દરબાર, હસાયરો, શ્રીનાથજીની ઝાંખી, શિવતાંડવ અને રકતદાન કેમ્પ સહિતનાં અનેકવિધ કાર્યક્રમો યોજાવાના છે. આ અંગે વિસ્તૃત વિગતો આપવા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ-૨૦૧૯નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તા.૨ સપ્ટેમ્બરનાં રોજ ગણેશ ભગવાનની સ્થાપના કરવામાં આવશે ત્યારબાદ તા.૧૨ સપ્ટેમ્બરનાં રોજ વિસર્જન કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની ૧૨ ફુટ ઉંચી માટીની મુર્તિ બનાવવામાં આવી છે જે આબેહુબ લાલબાગ કા રાજા જેવી દેખાશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ ગણેશ ઉત્સવને ગ્રીન ગણેશ, કલીન ગણેશની હરીફાઈમાં પ્રથમ સ્થાન મળ્યું હતું.
ગણેશ ઉત્સવ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે જેમાં તા.૨ને સોમવારનાં રોજ ૮:૩૦ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, તા.૩ને મંગળવારનાં રોજ વૃદ્ધાશ્રમનાં વડિલો માટે ભોજન સમારોહ, તા.૪ને બુધવારનાં રોજ રાત્રે ૮:૩૦ કલાકે ડાન્સ કોમ્પીટીશન, તા.૫ને ગુરુવારનાં રોજ રાત્રે ૮:૩૦ કલાકે ગુણવંત ચુડાસમાનો હાસ્યનો દરબાર, તા.૬ને શુક્રવારનાં રોજ બપોરે ૩ થી રાત્રે ૮:૩૦ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, તા.૭ને શનિવારે રાત્રે ૮:૩૦ કલાકે આશિફ જેરીયા અને પંકજ શેઠ પ્રસ્તુત શ્રીનાથજીની ઝાંખી, તા.૮ને રવિવારે દુર્ગેશભાઈ પાઠકનો માં-બાપને ભુલશો નહીં કાર્યક્રમ, તા.૯ને સોમવારે હાસ્ય સમ્રાટ ધીભાઈ સરવૈયાનો કાર્યક્રમ તેમજ અન્નકુટ દર્શન, તા.૧૦ને મંગળવારે પરેશભાઈ પોપટ, દિપકભાઈ જોશી, તેજસભાઈ શીંશાંગીયા, અમિ ગોસાઈ, હેમતભાઈ જોશીનો શિવ આરાધનાનો કાર્યક્રમ તેમજ તા.૧૨ને ગુરુવારે સવારે ૧૦:૩૦ કલાકે ગણેશ વિસર્જન યોજાશે.
દર વર્ષે આ ગણેશ ઉત્સવમાં સમીયાણો પણ ટુંકો પડતો હોય છે ત્યારે આ વર્ષે ખાસ ગામઠી થીમમાં જાજરમાન આયોજન કર્યું હોય દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો વિઘ્નહર્તાનાં દર્શન કરવાના છે જેથી દર વર્ષ કરતા આ વર્ષે વધુ ભાવિકોનો ઘસારો રહેવાનો છે. હાલ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટનાં કાર્યકરો દ્વારા ગણેશ ઉત્સવનાં આયોજનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા કેતનભાઈ સાપરીયા, જતીનભાઈ માનસતા, અનિલભાઈ તન્ના, ભરતભાઈ દોશી, દિલીપસિંહ જાડેજા, અતુલભાઈ કોઠારી, પ્રકાશભાઈ પુરોહિત, હિતેશભાઈ કારીયા, જયેશભાઈ જોશી, ચંદ્રસિંહ, હિતેશભાઈ મહેતા, સુધીરસિંહ જાડેજા, વિજયભાઈ ખેરડીયા, વિપુલભાઈ ગોહેલ, સમીરભાઈ દોશી, અલ્લાઉદીન કારીયાણીયા સહિતનાં જહેમત ઉઠાવી રહ્યા છે.