સુરેન્દ્રનગરમાં આવેલા માંડવરાયજી પેટ્રોલપંપ કોઝવેરોડ તેમજ અંબામિકેનિક પાસે આવેલ આદિત્ય પેટ્રોલ ના માલિક મયુરધ્વજસીહજી પરમાર દ્વારા નગરપાલિકાએ મોકલેલ બિલ હાઉસ ટેક્ષ તેમજ અન્ય વેરા ની કુલ રકમ રૂ. ૧૦,૫૬,૨૦૨/- અંકે રૂપિયા દસ લાખ છપન હજાર બસોને બે રૂપિયા પુરા તા:- ૩૧/૦૩/૨૦૧૯ સુધી ના ચેક દ્વારા ચીફ ઓફિસર વી.વી રાવળ તેમજ હાઉસ ટેક્સ ઈન્સ્પેક્ટર વિજયસિંહ ગોહિલ ને ફોનથી જાણ કરી ને ચેક આપી બાકીની રકમ ભરપાઈ કરી આપેલ છે.
સામાન્ય રીતે દરેક પેટ્રોલ
કંપનીની બાકી ટેક્ષની રકમ ભરપાઈ કરવાની જવાબદારી હોય છે. અને
તે મુજબ દરેક પેટ્રોલ કંપની જ બાકી પેટ્રોલ પંપના ભરપાઇ કરે છે. પરંતુ મયુરધ્વજસિંહજી
પરમારે જાણ કરી સ્વેચ્છાએ પોતાના બેંક ખાતામાંથી ચેક આપી ભરપાઇ કરેલ છે. અને સાથે સાથે આ અગાઉ યુરોકીડ્સ સ્કૂલ વાળા ઇન્દ્રસિંહ.એસ.ઝાલા એ સ્વેચ્છાએ ફોન દ્વારા જાણ કરીને હાઉસ ટેક્સ રકમ રૂપિયા ૭,૧૧,૦૦૦/- અંકે રૂપિયા સાત લાખ અગિયાર
હજાર પુરા ચેક દ્વારા
બાકી ટેક્સની રકમ ભરપાઇ કરી આપેલ છે. ખાસ વસુલાત ઝુંબેશ દ્વારા
ટેક્સ ભરપાઇ કરી ને નગરપાલિકાને સહકાર આપેલ છે…