કાયદા અને ન્યાય મંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નવાણીને પ્રત્યુત્તર
જૂન ૧ ૨૦૧૯ની સ્થિતિએ કુલ ૫૮,૬૬૯ દાવાઓ સર્વોચ્ચ ન્યાયાલયમાં અનિર્ણિત છે, જ્યારે દેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં ૪૩.૫૫ લાખ દાવાઓ અનિર્ણિત છે. આ વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓ પૈકી ૮.૩૫ લાખ દાવાઓ ૧૦ વર્ષ કરતા વધુ સમયી અનિર્ણિત છે. જ્યારે ૮.૪૪ લાખ દાવાઓ ૫ થી ૧૦ વર્ષ જેટલા સમયથી અનિર્ણિત છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંચાર અને ઈલેકટ્રોનિકસ એન્ડ ટેકનોલોજી ઈન્ફોર્મેશન મંત્રી રવિશંકરે પ્રસાદે ઉપરોક્ત માહિતી રાજ્યસભામાં સાંસદ પરિમલ નવાણી દ્વારા પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં આપી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ (એનજેડીજી)માં ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓમાં ૧૮.૭૫ લાખ દીવાની દાવાઓ છે, જ્યારે ૧૨.૧૫ લાખ ફોજદારી દાવાઓ છે અને ૧૨.૬૫ લાખ અદાલતી અરજીઓ (રીટ પીટીશનો) છે. ઉપલબ્ધ માહિતી મુજબ ૨૬.૭૬ લાખ દાવાઓ ઉચ્ચ ન્યાયાલયોમાં પાંચ વર્ષી ઓછા સમયી અનિર્ણિત છે. ૮.૪૪ લાખ દાવાઓ પાંચ વર્ષી વધુ સમય અને ૧૦ વર્ષ કરતા ઓછા સમયી અનિર્ણિત છે. જ્યારે ૮.૩૫ લાખ દાવાઓ ૧૦ વર્ષ કરતા વધુ સમયી અનિર્ણિત છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રીના જવાબ મુજબ પાંચ વર્ષી વધુ સમય માટેના કેસોનો નિકાલ કરવા માટે હાઈકોર્ટોમાં એરિયર્સ કમિટીની સપના કરવામાં આવી છે. હાઈકોર્ટો અને જિલ્લા અદાલતોમાં કેસોના ભારણને ઘટાડવા માટે પગલા તૈયાર કરવા સુપ્રીમ કોર્ટમાં એરિયર્સ કમિટીની રચના કરવામાં આવી છે. હાલમાં ૫૮૧ ફાસ્ટ ટ્રેક કોર્ટો સમગ્ર દેશમાં કાર્યરત છે અને સાંસદો, ધારાસભ્યોની સંડોવણી ધરાવતા ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે ૧૧ રાજ્યોમાં ૧૨ વિશેષ અદાલતોની સપના કરવામાં આવી છે.
પરિમલ નવાણી જાણવા માંગતા હતા કે દીવાની અને ફોજદારી બન્ને મળીને કુલ કેટલા દાવાઓ સર્વોચ્ચ ન્યાયાલય તેમજ દેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત છે. તેમજ આ દાવાઓમાં કેટલા પાંચ વર્ષી ઓછા સમય, પાંચ વર્ષી વધઉ પરંતુ દસ વર્ષથી ઓછા તેમજ દસ વર્ષથી વધુ સમયી અદાલતોમાં અનિર્ણિત છે. તેમજ સરકાર દ્વારા દાવાઓના ઝડપી નિકાલ માટે ક્યાં પગલાઓ લેવામાં આવ્યા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સપિત નેશનલ મિશન ફોર જસ્ટિસ ડિલિવરી એન્ડ લીગલ રીફોર્મ્સએ ન્યાયિક વહીવટમાં બાકી અને અનિર્ણિત કેસોના તબકકાવાર નિકાલ માટે સમન્વયિત અભિગમ અપનાવ્યો છે, જેમાં વિવિધ વ્યૂહાત્મક પહેલોનો સમાવેશ રૂય છે, જેમ કે અદાલતોની માળખાકીય સુવિધાઓમાં વધારો, બેહતર ન્યાય વિતરણ માટે માહિતી અને સંચાર તકનીક (આઈસીટી)નો લાભ મેળવવો, તેમજ ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ ન્યાયાલયમાં જજોની ખાલી જગ્યાઓ ભરવી.
મંત્રીના જણાવ્યા અનુસાર, ન્યાયતંત્ર માટે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો પ્રારંભ ૧૯૯૩-૯૪માં કરવામાં આવ્યો ત્યારી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત રૂ.૬,૯૮૬.૫૦ કરોડ ફાળવવામાં આવ્યો છે, જેમાંથી સન ૨૦૧૪ પછી રાજ્યો તા કેન્દ્ર શાસિત પ્રદેશોને રૂ.૩.૫૪૨.૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
છેલ્લા ૫ વર્ષમાં કોર્ટ હોલની સંખ્યા ૧૫,૮૧૮ી વધીને ૧૯,૧૦૧ ઈ છે અને નિવાસી એકમોની સંખ્યા ૧૦,૨૧૧ી વધીને ૧૬,૭૭૭ ઈ છે. આ ઉપરાંત ૨,૮૭૯ કોર્ટ હોલ અને ૧,૮૮૬ નિવાસી એકમો બાંધકામ હેઠળ છે. કેન્દ્ર સરકારે ૦૧-૦૪-૨૦૧૭ થી ૩૧-૩-૨૦૨૦ સુધી ૧૨મી પંચવર્ષીય યોજનાના સમયગાળા પછી અંદાજિત રૂ.૩,૩૨૦ કરોડના વધારાના ખર્ચ સો યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
મંત્રીએ સદનમાં રજૂ કરેલા નિવેદન અનુસાર વધુ સારી રીતે ન્યાય કરી શકાય તે માટે માહિતી અને સંચાર ટેકનિક (આઈસીટી)નો ઉપયોગ કરીને સરકાર દેશભરમાં ઈ કોર્ટસ મિશન મોડ પ્રોજેકટના અમલીકરણ કી જિલ્લા અને પેટા અદાલતોમાં માહિતી અને સંચાર ટેકનિકનું અમલીકરણ કરી રહી છે. કમ્પ્યુટરાઈઝડ જિલ્લા અને પેટા અદાલતોની સંખ્યા ૧૩,૬૭૨ી વધીને ૧૬,૮૪૫ ઈ ગઈ છે જે ૨૦૧૪ થી આજ દિન સુધીમાં ૩,૧૭૩નો વધારો દર્શાવે છે.
ઈ કોર્ટસ સેવાઓ જેમ કે કેસ રજિસ્ટ્રેશનની માહિતી કારણ સૂચિ, કેસની સ્થિતિ દૈનિક આદેશો અને અંતિમ ચુકાદાઓ ઈ કોર્ટસ વેબ પોર્ટલ મારફતે અરજદારો અને વકીલો માટે ઉપલબ્ધ છે, તમામ કમ્પ્યુટરાઈઝડ કોર્ટમાં ન્યાયીક સેવા કેન્દ્રો (જેએસસી), ઈ કોર્ટસ, મોબાઈલ એપ્લિકેશન, ઈ મેઈલ સેવા, એસએમએસ મોકલવા અને મેળવવા માટેની સેવાઓ ઉપલબ્ધ છે. એમ નિવેદનમાં જણાવ્યું હતું. વકીલો અને અરજદારોને સંબંધિત સૂચિ અને કેસ સંબંધિત અન્ય માહિતી સંબંધિત ન્યાયિક માહિતી પ્રચાર કરવા માટે તમામ કમ્પ્યુટરાઈઝડ કોર્ટ કોમ્પલેકસ પર માહિતી કિઓસ્કસની રચના કરવામાં આવી છે. ઈ કોર્ટસ પ્રોજેકટ સતત દેશના ટોચના ૫ મિશન મોડ પ્રોજેકટ્સમાં રહ્યો છે, એમ નિવેદનમાં જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને જિલ્લા તા પેટા અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવાના હેતુી છેલ્લા પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં ૩૧ ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં ૪૫૪ નવા ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી અને ૩૬૬ વધારાના ન્યાયમૂર્તિઓની કાયમી કરાયા હતા, એમ મંત્રીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, છેલ્લા ૫ વર્ષમાં હાઈકોર્ટના ન્યાયાધીશોની મંજૂર કરાયેલી સંક્યા ૯૦૬ થી વધારીને ૧૦૭૯ અને જિલ્લા અને પેટા અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની સંખ્યા ૧૯૫૧૮ થી વધારીને ૨૧,૩૪૦ અને કાર્યકારી ક્ષમતા ૧૫,૧૧૫ થી વધારીને ૧૭,૭૫૭ કરવામાં આવી છે.