– દ્રાક્ષ : દ્રાક્ષની બે જાત હોય છે. લીલી નાની દ્રાક્ષને સુકવવાથી કીશમીન બને છે અને લાલ મોટી દ્રાક્ષને સુકવવાથી મુનક્કા બને છે. કાળી દ્રાક્ષને સુકવવાથી કાળી દ્રાક્ષ બને છે. રોટલી શ્રેષ્ઠ ખોરાક છે. ઉત્તમ ફળ દ્રાક્ષ છે.
લાલ મોટી દ્રાક્ષને સુકવવાથી ‘મુનક્કા’ બને છે. જે ઉત્તમ ખોરાક છે. તે થાક દૂર કરે છે. ગુસ્સાને ઠંડો કરે છે. સ્નાયુઓ મજબૂત બનાવે છે. છાતીમાં જામેલો બલગમ (કફ) બહાર કાઢે છે. અને ચહેરાના રંગને નિખારે છે.
– દિવસની શરુઆતમાં (નરણા કોઠે) દ્રાક્ષનાં ૨૧ દાણા ખાશે તે દિવસ દરમિયાન ઘણી બિમારીઓથી બચી શકશે.
દ્રાક્ષમાં શર્કરાનું પ્રમાણ વધારે હોવાથી ફળોમાં શક્તિ દાતા એટલે શક્તિવર્ધક તરીકે તેનું સ્થાન વિશિષ્ટ છે. દ્રાક્ષની શર્કરા ગ્લુકોઝ ઉત્તમ હોવાથી હોજરીમાં તરત જ શોષાય જાય છે. અને તરત જ શક્તિ આપે છે. દ્રાક્ષમાં ગ્લુકોઝ ડેક્ષટ્રોઝ ઉપરાંત વીટામીન ‘બી’ અને અગત્યનાં ખનીજ પદાર્થો સારા પ્રમાણમાં છે. જેમ કે, પોટેશિયમ, સોડીયમ, કેલ્શિયમ, લોહતત્વ, વીટામીન ‘સી’ વિગેરે દ્રાક્ષમાં ટાર્ટરીક એસિડ છે. જે પોટાશ ટર્ટરમ અને મુક્તરુપમાં છે. આંતરડા અને ગુરદા(કિડની) ઉપર તેની ઉતેજક અસર થાય છે. આથી જ દ્રાક્ષ સારક અને મૂત્રલ (ઝાડો અને પેશાબ) લાવનારું છે. (ભારત સરકારનાં ‘યુનાની વિભાગે’ મુનક્કા નાખેલા પાણીનો ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરી છે.)
– દ્રાક્ષ કબજીયાત દૂર કરનાર, લોહીને શુધ્ધ કરનાર, શક્તિદાયક ફળ છે. લોહીની ગતિને વધારે છે. પેટની તકલીફો દૂર કરે છે. તેનાથી વિવિધ તાવ અને અપચો દૂર થાય છે. તે ઉપરાંત હદ્ય રોગ, હરસ-મસા અને કેન્સર જેવા રોગોમાં પણ ફાયદો થાય છે.
– આયુર્વેદમાં મશહૂર બનાવટો દ્રાસાસાવ, દ્રાસારિષ્ટ, પંચામૃત ચાટણ વિગેરે ઔષધો જાણીતા છે.
ખાસ કરીને હાઇપર એસીડીટી, પેટમાં ચાંદા, કબજીયાત, આંતરડાને સોજો (કોલાઇટીસ) વધારે બ્લડ પ્રેશર, હદ્ય રોગ, ચામડીનાં રોગો, સંધિવા તથા કેન્સર જેવા અસાધ્ય રોગોમાં દ્રાક્ષ કલ્પથી સાજી થયેલા હજારો દર્દીઓની યાદી ઉરુલી કાંચનના આશ્રમમાં કુદરતી ઉપચાર વિભાગમાં મળશે.
સંશોધકોએ શોધી કાઢ્યું છે કે રીઝવર ટ્રોલ નામનો પદાર્થ જે દ્રાક્ષમાં મળી આવે છે. તે ‘ફ્રી રેડીકલ’ ને શોષી લે છે. અને ‘ફ્રી રેડીકલ’ને કારણે મગજને થતું વધુ નુકશાન અટકાવે છે. આ રીતે મગજનાં સ્ટ્રોકના હુમલામાં મગજને પહોંચતા નુકશાનને ઘટાડવામા દ્રાક્ષ મદદરુપ થઇ શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com