વિજ્ઞાન ગુર્જરી દ્વારા આયોજીત
10 ઓગષ્ટે રાજયમાં એક સાથે રપ0 તજજ્ઞો મારફત રપ0 સંસ્થાઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજીક વિષયક કાર્યશાળા યોજાશે: રાજકોટની સંસ્થાઓમાં પ1 વિદ્યાર્થીઓ કાર્યશાળાનો લેશે લાભ
વિજ્ઞાન ભારતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાનું ગુજરાત રાજયનું યુનિટ એટલે વિજ્ઞાન ગુર્જરી છે જે આપણી સંસ્કૃતિ સ્વદેશી વિજ્ઞાન તથા વસુધૈવ કુટુંબકમની ભાવના હદયમાં રાખી સમગ્ર ગુજરાત તેમજ જયાં જયાં ગુજરાતી વસે છે ત્યાં કામ કરે છે. વિજ્ઞાન ગુર્જરી વિજ્ઞાન અને આઘ્યાત્મના સુમેળ પર ભાર મૂકે છે. વિજ્ઞાન ગુર્જરી એ ગ્રામીણ વિકાસમાં વિજ્ઞાન, સામાજીક, સશકિતકરણ, નારી વૈજ્ઞાનિક શકિત અને તાંત્રીક વિજ્ઞાનના પાયાથી લઇ ઉચ્ચ કક્ષા સુધી લોકોને જોડવાનું અને સમાજ તથા રાષ્ટ્રને ઉપયોગી થવા કામ કરે છે.સ્વનિર્ભર અને વિકસીત ભારતનું સ્વપ્ન લઇ અર્વાચીન અને પ્રાચીન વિજ્ઞાનને સંયોજીને રાષ્ટ્ર નિર્ભાણના ભગીરથ કાર્યમાં યુવા છાત્રોને જોડવા માટે દર વર્ષે વિજ્ઞાન ગુર્જરીના માઘ્યમથી ગુજરાત વિજ્ઞાન સંમેલન, સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ, પ્રોજકટથી પ્રોડકટ, એક માસ વૈજ્ઞાનિક ખાસ, વિઘાર્થી વિજ્ઞાન મંથન, ભારતીય સંમેલન વગેરે અનેક આયામો રેગ્યુલર રાજયભરમાં ચલાવે છે.
ગુજરાતની સૌથી મોટી વિજ્ઞાનમાં રુચી જગાડવા માટે કામ કરતી સંસ્થા કે જેમાં સંશોધકો, વૈજ્ઞાનિકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયેલા છે અને રાજયની વિવિધ સંશોધન સંસ્થાન ઇસરો:, પી.આર.એલ. આર.પી.આર., જી.બી.આર.સી.ના વૈજ્ઞાનિકો તથા વિશ્ર્વ વિદ્યાલયોના સંશોધકો ગુજરાત રાજયની શાળા કોલેજો અને યુનિવર્સિટીઓ વિઘાર્થીઓને તેની કારકિદીમાં ઉપયોગી થાય તે પ્રકારના આયોજનો નિરંતર કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે 10 ઓગષ્ટ 2023 ના રોજ સ્ટુડન્ટ ઇનોવેશન ગીફટ-ર0ર3 અંતર્ગત સમગ રાજયમાં રપ0 થી વધુ સંસ્થાઓમાં રપ0 તજજ્ઞો મારફત વિજ્ઞાન- ટેકનોલોજીનાં વિવિધ વિષયો ઉપર સાપેક્ષ મોડમાં કાર્યશાળાઓનું આયોજન કરાયેલ છે. આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ-2023 નાં પેટન સર્વ નિલેશભાઇ દેસાઇ, ડાયરેકટર સેક ઇસરો અને પી.આર. એલ નાડાયરેકટર ડો. અનિલભાઇ ભારદ્વાજ ના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન ગુર્જરીની પ્રાંત ટીમ ડો. ચૈતન્યભાઇ જોશી, જીજ્ઞેશભાઇ બોરીસાગર, ડો. પ્રશાંતભાઇ કુંજરીયા મારફત સમગ્ર આયોજન થઇ રહ્યું છે.
સ્ટુડન્ટ ઇનોવેશન ફીસ્ટ-2023 માં રાજકોટ જીલ્લાની પ1 સંસ્થાઓમાં પ1 તજજ્ઞો મારફત અંદાજીત 5100 છાત્રોને વિજ્ઞાન ટેકનોલોજીના વિવિધ વિષયો ઉપર તા. 10 ઓગસ્ટના રોજ પ1 કાર્યશાળાઓ યોજાવાની છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિ.ના વિજ્ઞાનના અનુસ્નાતક ભવો, એવીપીટીઆઇ, કોટક સાયન્સ કોલેજ, શ્રી મુરલીધર હાઇસ્કુલ, હરિવંદના કોલેજ, આર.પી. ભાલોડીયા કોલેજ, ગ્રેસ કોલેજ, સર્વોદય કોલેજ, માતૃમંદિર કોલેજ, વગેરે સંસ્થાઓમાં 10 ઓગષ્ટ એક જ દિવસમાં જુદા જુદા સમયે પ1 તજજ્ઞો મારફત ટોક આપવામા આવનારા છે.
કાર્યક્રમને સફળ આયોજન માટે વિજ્ઞાન ગુર્જર રાજકોટ એકમના એચ.જી. અગ્રાવત ડો. ધ્રુવ જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવેલ વિજ્ઞાન ગુર્જરી રાજકોટ એકમના સચિવ ડો. પ્રદિપભાઇ જોશીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ રૂચી જગાડવાનું કામ વિજ્ઞાન ગુર્જરી દ્વારા કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી અમે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગયા વર્ષે 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75 સંસ્થામાં નિષ્ણાંતો દ્વારા ટોક શો યોજાયો હતો. આ વખતે સમગ્ર રાજયમાં 250 થી વધુ સંસ્થાઓમાં રપ0 તજજ્ઞો મારફત વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશનના વિવિધ વિષયો પર કાર્યશાળા યોજાશે.
અત્યારે વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન વિષયમાં રૂચિ ઘટતી જાય છે. ફકત પાસ થવા પુરતા જ પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટમાં યુનિવર્સિટીના છાત્રોને રીસર્ચ પેપર, સ્ટારઅપને મદદ મળતી યોજનાઓ વિશે સમજણ અપાશે. જયારે શાળા લેવલે વિદ્યાર્થીઓને પ્રાથમિક માહીતી આપવામાં આવશે. આ વખતે અમે લિમ્કા બુક ઓફ રેકર્ડમાં નામ મુકેલ છે. અમારો મુખ્ય ઉદેશ્ય આપણા ભારતીય વૈજ્ઞાનિકોએ કરેલ વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશનન વિઘાર્થીઓ સુધી પહોચાડવાનો છે.
ત્યારે કાર્યક્રમ અંગે વિગત આપવા વિજ્ઞાન ગર્જુરી રાજકોટ એકમના અઘ્યક્ષ ડો. નિકેશ શાહ, સચિવ પ્રદિપભાઇ જોશી કો. ઓડીનેટર ડો. અતુલભાઇ વ્યાસએ ‘અબતક’ ની મુલાકાત લીધી હતી.