દિલ ચીજ કયા હે આપ મેરી જાન લીજિયે…
આપણી આશા આજે પણ અણનમ, વિદ્યા બાલનની ફિલ્મ ‘બેગમજાન’માં ઠુમરી ગાઈમાદક અવાજની માલિકણ આશા ભોંસલેનું વેકસ સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં મૂકાશે. તુસાદની ટીમ તાજેતરમાં આશા તાઈનું મેજરમેન્ટ લઈ ગઈ છે.
દેશની રાજધાની નવી દિલ્હી ખાતે મેડમ તુસાદ મ્યુઝિયમમાં આશા ભોંસલેનું મીણનું પૂતળું મૂકાશે. તુસાદ મ્યુઝિયમમાં અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, શાહ‚ખ ખાન, સલમાન ખાન, સચિન તેંડુલકર જેવી હસ્તીઓનાં વેકસ સ્યેચ્યું છે. તેમાં એક ઓર હસ્તી આશા ભોંસલેનું સ્ટેચ્યુ મ્યુઝિયમની શોભા વધારશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આશાનો કામણગારો કંઠ આજે પણ કરોડો દિલો પર રાજ કરે છે. આશાના દીદી કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર રીટાયર થઈ ગયા છે. પરંતુ આશા આજે પણ ‘મેદાન’માં છે. તેમના નામે ઘણા વિક્રમ નોંધાયા છે. વર્સેટાઈલ સિંગર આશાએ હજુ હમણાં જ રીલીઝ થયેલી ફિલ્મ બેગમ જાન (વિદ્યા બાલન)માં એક ઠુમરી ગાઈ હતી. આમ, આપણી આશા આજે પણ અણનમ છે.