દેશના મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં દિવસેને દિવસે કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
વર્ષ 2018માં વિધાનસભામાં રાજ્ય સરકારે રાજ્યમાં 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સ્વીકાર કર્યો હતો.લગભગ 17 મહિનામાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 36 હજાર 204નો વધારો થયો છે.
આ બાળકો પૈકી અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,101 છે. જ્યારે સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા દાહોદ જિલ્લામાં 14,991 છે. જ્યારે નર્મદા જિલ્લામાં 12,673 બાળકો કુપોષણનો શિકાર છે. નોંધનીય છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 1 લાખ 18 હજાર 41 છે. જ્યારે અતિ ઓછા વજનવાળા બાળકો 24,101 નોંધાયા છે.