બેઠકમાં કિલનીંગ મશીન, રોડીંગ મશીન, લોડર મશીન, એનિમલ રિકવરી વાહન ફન્ટ-લોડર મશીન ખરીદી સહિત સીસી રોડના કામો માટે બહાલી
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. તેમાં રૃા. 61 કરોડ 7પ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. બેઠકમાં અનેક દરખાસ્તો માત્ર સોલીડ વેસ્ટ શાખા માટે કરવામાં આવનાર ખર્ચની હતી.
સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મનીષ કટારીયા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં ધારાસભ્ય-કમ-કોર્પોરેટર દિવ્યેશભાઈ અકબરી, મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, મ્યુનિ. કમિશનર વિજય કુમાર ખરાડી, 11 સભ્યો અને ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
સોલીડ વેસ્ટ શાખા માટે વ્હીલ બરોજ ખરીદવા માટે રૃા. પ4.88 લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. વેસ્ટ ઝોનમાં ભૂગર્ભ ગટરની જેટીંગ મશીનથી સફાઈ કરવાના કામ માટે રૃા. 11 લાખ 89 હજારનો ખર્ચ તથા ઈસ્ટ ઝોન માટે રૃા. ર4.77 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
સોલીડ વેસ્ટ શાખા માટે એસ્કેવેટર (પોકલેન મશીન) એક નંગની ખરીદી માટે ની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે ટ્રેક્ટર ડ્રોન કેનાલ ક્લિનીંગ મશીન ખરીદી માટે રૃા. 17.10 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો, જ્યારે ટ્રોલી માઉન્ટેડ રોડીંગ મશીન 10 નંગ ખરીદી માટે રૃા. 36 લાખ 10 હજાર નો ખર્ચ મંજુર કરાયો છે. બે નંગ બેકહો લોડર મશીન ખરીદી માટે રૃા. પ8 લાખ 48 હજારનો ખર્ચ મંજુર કરાયો છે. બે નંગ ડેડ એનિમલ રીકવરી વાહન ખરીદી માટે રૃા. 38.41 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
શહેરના મુખ્ય રસ્તાઓ તથા વોર્ડ નંબર 1 થી 13 ના આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ પેચવર્ક કામ માટે રૃા. પ7.ર0 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 10, 11, 1ર મા સ્ટ્રન્ધનીંગ ઓફ અપગ્રેડેશન ઓફ કેનાલ, બ્રીજના કામ માટે રૃા. પ.ર0 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે મોબાઈલ ટોયલેટ યુનિટની છ નંગ ખરીદી માટે રૃા. 41.રર લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું, જ્યારે બે નંગ ફ્રન્ટ-લોડર મશીન ખરીદી માટે રૃા. 3પ.8ર લાખનું ખર્ચ મંજુર કરાયું હતું તથા ચાર નંગ યુરીનલ ક્લિનર ખરીદી માટે 31.7ર લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. વોટર વર્કસ શાખા દ્વારા પાણીની લાઈન માટે ખોદવામાં આવેલ સ્ટ્રન્થમાં તથા જુદી જુદી કંપનીઓ દ્વારા ખોદવામાં આવેલ ટ્રન્થમાં સીસી ચરેડાના કામ માટે પ0 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.જુદી જુદી કંપની દ્વારા ખોદવામાં આવેલ સ્ટ્રેનચ માં સી સી રોડ ચરેડાના કામ માટેના કામમાં વોર્ડ નંબર 8, 1પ અને 16 માટે રૃા. પ.0પ લાખ અને વોર્ડ નંબર 10, 11 અને 1ર માટે રૃા. 4.47 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
સોલીડ વેસ્ટ શાખા માટે ટ્રક માઉન્ટેડ રોડ સ્વિપર મશીન ખરીદી તથા મેન્ટનન્સના કામની દરખાસ્ત અન્વયે રૃા. 8પ.પ0 લાખના ખર્ચ મશીન ખરીદી તથા ત્રણ વર્ષના મેન્ટનન્સ માટે 16ર લાખ 06 હજારનો ખર્ચ મળી કુલ ર47.પ6 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
ભૂગર્ભ ગટર નેટવર્ક મજુબતીકરણ માટે નોર્થઝોન માટે 18 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.ભારત સરકાર દ્વારા સ્પેશીયલ આસીસ્ટન્સ ફોર કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ અંતર્ગત મંજુર કરેલ પ્રોજેકટ સામે નવા કામની દરખાસ્ત મંજુર કરી ગુજ. મ્યુનિ. ફાય. બોર્ડને મોકલવાની દરખાસ્ત અંગે રૃા. 4પ.34 કરોડના કામની દરખાસ્ત મંજુર કરાઈ હતી. પશુને ઈયર ટેગ તથા આરએફઆઈડી લગાવવાના કામ માટે 1પ લાખ પર હજારનું ખર્ચ મંજુર કરાયું હતું.
ધાર્મિક સ્થળોમાં સેવા-પૂજા કરનાર અને ત્યાંજ રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવાની દરખાસ્ત મંજુર કરાઈ હતી. આ ઉપરાંત બે દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજુ થઈ હતી. જેમાં ઢોર નિયંત્રણ કામગીરી માટે ગુજ. મ્યુનિ. ફાય. બોર્ડમાં 8 કરોડની ગ્રાન્ટ માટે દરખાસ્ત કરવા અને આજી. 3 માં નવા સબમર્શીબલ પંપ અને આનું.સાંગિક મશીનરી ખરીદી માટે રૃા. ર0.39 લાખની દરખાસ્ત મંજુર કરાઈ હતી.