સીસી બોકસ કેનાલ બનાવવા, સેલ્ટર હોમના ઓપરેશન – મેન્ટેનન્સ માટે સીસી રોડ, કોમ્યુનીટી હોલ બનાવવા સહિતના વિકાસો કામોને મંજુરી આપતા સ્ટેન્ડીંગ ચેરમેન
સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશનર વિજયકુમાર ખરાડી, ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ તથા 10 સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
આઉટ ગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો માટે રૂ. 1 કરોડ 98 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 4 મા અંબર ચોકડીથી વિવેકાનંદ સોસાયટી સુધી આર સીસી બોક્સ કેનાલ બનાવવા માટે રૂ. 4 કરોડ 69 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. હાપા વિસ્તારમાં આવેલ સેલ્ટર હોમના ઓપરેશન અને મેન્ટનન્સ માટે રૂ. 9 લાખ 99 હજાર અને બેડી વિસ્તારના શેલ્ટર હોમના ઓપરેશન અને મેનટનન્સ માટે રૂ. 7 લાખ 91 હજારના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
બેડી રેલવે ઓવરબ્રીજ પાસે ઈડબલ્યુએસ-1 અને ર પ્રકારના કુલ ર7ર આવાસ બનાવવાના કામ સરકારના જીઆર મુજબ પ્રાઈઝ એસ્કેલેશન તથા સ્ટાર રેઈટ ચૂકવવાની દરખાસ્ત અન્વયે રૂ. 63 લાખ 16 હજારનો ખર્ચ મંજુર કરાયો છે. સિવિલ ઈસ્ટ ઝોન વોર્ડ નંબર 10, 11, 1ર મા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ, બ્રીજ, બકર્સના કામની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. રણમલ તળાવ અને ખંભાળિયા ગેઈટના ક્લીનીંગ સ્ટાફ માટે ત્રણ વર્ષનો રૂ. 6 લાખ પાંચ હજારનો ખર્ચ મંજુર કરાયો છે.
વોર્ડ નંબર ર, 3 અને 4 માં વોટર વર્કસ દ્વારા પાણીની લાઈન માટે ખોદવામાં આવેલ સ્જુટ્રેંચ મા જુદી જુદી કંપનીઓ દ્વારા ઓ.એફ.સી. કેબલ, ગેસ પાઈપ લાઈન, ઈલેક્ટ્રીક કેબલ વગેરે લેઈંગનો સ્ટ્રેનચમા સી.સી. ચરેડા માટે રૂ. ર8.64 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. વોર્ડ નંબર ર, 3 અને 4 મા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ. 10 લાખનું ખર્ચ મંજુર કરાયું છે.
વોર્ડ નંબર પ, 9, 13 અને 14 મા વોટર વર્કસ દ્વારા પાણીની લાઈન માટે ખોદવામાં આવેલ સ્ટ્રેન્થમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઓ.એફ.સી. કેબલ ગેસ પાઈપલાઈન, ઈલેક્ટ્રીક કેબલ વગેરે લેઈંગનો સ્ટ્રેન્થમાં સી.સી. ચરેડાના કામ માટે રૂ. ર7.07 લાખનો ખર્ચ મંજુર થયો છે.
વોર્ડ નંબર 8, 1પ અને 16 મા ઓ.એફ.સી. કેબલ ગેસ પાઈપલાઈન , ઈલેક્ટ્રીક કેબલ વગરના લેઈંગ સ્ટ્રેન્થમાં સી.સી. ચરેડાના કામની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. વોર્ડ નંબર 15 માં માધવબાગ-1 કોપર સીટી પાસે સ્નાનઘાટ (નાવણી) બનાવવા માટે રૂ. 5.75 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. વોર્ડ નંબર 1,6 અને 7 ઓ.એફ.સી. કેબલ, ગેલ પાઈપ લાઈન વગેરેના લેઈંગમાં સીસી ચરેડા માટે રૂ. 6.68 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો જ્યારે વોર્ડ નંબર 10,11 અને 12 માં આ કામ માટેની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી. વોર્ડ નંબર 1,6 અને 7 માં વોટર વકર્સ શાખા દ્વારા ખોદવામાં આવેલ સ્ટેન્ચમાં સીસી ચરેડાના કામ માટે રૂ. 10.68 લાખ તથા વોર્ડ નંબર 8, 15 અને 16 માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૂ. 4.75 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
વોર્ડ નંબર 10,11,12 માં વોટર વર્કસની પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલ સ્ટ્રેન્ધમાં સીસી ચરેડાના કામ માટ રૂ. 9.44 લાખ અને આજ વોર્ડમાં પાણીની લાઈન માટે કરાયેલ સ્ટ્રેન્ધ ઓએફસી, કેબલ ઈલેકટ્રીક કેબલ ગેસ પાઈપલાઈનના સ્ટ્રેન્ધમાં સીસી ચરેડાના કામ માટે રૂ. 27.63 લાખના ખર્ચ મંજુર કરાયો છે. વોર્ડ નંબર 2,3 અને 4 માં કેનાલના બ્રીજ, અપગ્રેડેશનના કામ માટે રૂ. 3.31 લાખનો ખર્ચ મંજુર કરાયો છે. મહાપ્રભુજી બેઠક પાસે બજરંગ સોસાયટીમાં સીસી રોડ કમ રીટેઈનીંગ વોલ બનાવવા માટે રૂ. 10.68 લાખનો ખર્ચ મંજુર કરાયો છે.
દરેડથી લાખોટા તળાવ સુધીની ફીડીંગ કેનાલમાં આશીર્વાદ એવન્યુના ગેઈટ પાસે કેનાલ ઉપર બોકસ કલવર્ટ બનાવવાના કામ માટે રૂ. 32 લાખ 51 હજારના ખર્ચને મંજુરી અપાઈ છે. રામેશ્વરનગર રોડ નંબર 1 અને 2 માં સીસી રોડ બનાવવા માટે રૂ. 26.87 લાખના ખર્ચને મંજુરી અપાઈ છે. નાગેશ્વર વિસ્તારમાં સિદ્ધનાથ મંદિર પાસે મોમાઈ ધામમાં કોમ્યુનિટ હોલ બનાવવા માટેના રૂ. 10.95 લાખના ખર્ચને મંજુરી અપાઈ છે.
ગુલાબનગર ઈએસઆર સ્થિત હૈયાત 27 લાખ લીટર કેપેસીટીના ડેમેજ સમ્પ, પમ્પ ડ્રમ, પેનલ ડ્રેનેજ, ડી સેટલમેન્ટ કરીને નવો 36.70 લાખ લીટરને સમ્પ, પમ્પ હાઉસ પેનલ રૃમ, કલોરીનેશન રૃમ તથા મશીનરી શિફટીંગ અને તથા કલરકામ માટે તેમજ અનુસંગિક કામગીરીઓ સરકારના જીઆર મુજબ પ્રાઈમ વેરીફિકેશન તથા સ્ટાર રેઈટ ચૂકવવા માટે રૂ. 13 લાખ 29 હજારના ખર્ચને મંજુરી આપવામાં આવી છે. તેવી જ રીતે પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટમાં હૈયાત 27 એમએલડી ફિલ્ટર પ્લાન્ડ ડીસેટલમેન્ટ કરીને નવો 30 એમએલડી ફિલ્ટર પ્લાન્ટના ચાલતા કામમાં સ્ટાર રેઈટ માટે રૂ. 57.75 લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી. આમ કુલ 10 કરોડ 40 લાખનો કુલ ખર્ચને મંજુર કરાયો હતો.