જામનગરમાં ભૂગર્ભ ગટરની સલાહ સૂચન અને પ્રોજેક્ટ તૈયાર કરવા રૂ. પોણા બે કરોડ ખર્ચાશે
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની આજે મળેલી બેઠક માં રૃા. 7 કરોડ 71 લાખના વિવિધ ખર્ચને બહાલી આપવામાં આવી હતી, જેમાં નવા વિસ્તાર માં ભૂગર્ભ ગટર માટે સલાહ સૂચન અને પ્રોજેક્ટ તૈયાર કરવા માટે જ પોણા બે કરોડ ની ફી નો સમાવેશ થાય છે.
જામનગર મહા નગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સભ્યો, ઈન્ચાર્જ ડીએમસી ભાવેશ જાની, ઈન્ચાર્જ એએમસી કોમલબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
સાત રસ્તા સર્કલ પાસેના સ્વામી વિવેકાનંદ ગાર્ડમાં મિલ્કા અને મિલ્ક પ્રોડક્ટ્સ/રીટેલ આઉટલેટ પાંચ વર્ષની મુદ્ત માટે લીઝ પર આપવાનું મજુર કર્યું હતું. જેમાં વાર્ષિક રૃા. 3,01,888 ની આવક થશે. વોટર વર્કસ શાખા ના આગામી નાણાકીય વર્ષમાં ઉપયોગ માટે પી એ સી ની 10 ટકાની ખરીદી માટે રૃા. 86 લાખ 81 હજાર નો ખર્ચ મંજુર કરાયો હતો.
કોમ્પ્યુટર શાખા માટે કોમ્પ્યુટર હાર્ડવેર મેન્યુઅલ મેન્ટનન્સ કોન્ટ્રાક્ટ અંગે વાર્ષિક રૃા. 13 લાખ 7ર હજાર નો ખર્ચ મંજુર કરાયો હતો, જ્યારે નેટવર્ક, રાઉટર્સ, સર્વર માટે રૃા. 34 લાખ બે હજાર, તેમજ સી.સી. ટી.વી.ના વાર્ષિક મેન્ટનન્સ કોન્ટ્રાક્ટ માટે રૃા. 7 લાખ 93 હજાર નો ખર્ચ મંજુર કરાયો હતો. 70 એમએલડી સીએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેન્ટનન્સ માટે રૃા. 100 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
નિવૃત્ત ગુજરાતી સ્ટેનોગ્રાફર (પીએ ટુ કમિશનર) ને કરાર આધારિત નિમણૂકની દરખાસ્ત અન્વયે વર્તમાન કર્મચારીની મુદ્ત છ માસ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
શહેરમાં નવી વિકસતી સોસાયટીઓમાં ખાનગી ધોરણેે થતી સફાઈ કામગીરી માટે સોસાયટી આગામી વર્ષમાં ચૂકવવાના ખર્ચ માટે રૃા. 17ર લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. ઢોરના ડબ્બામાં ઘાસચારા સપ્લાય માટેનો વાર્ષિક રૃા. 130 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
વોર્ડ નંબર ર, ગાંધીનગર રોડ, ભૂતિયા બંગલા પાસેથી અને નંદનવન પાર્ક પાસેથી કેરણ ઉપાડવા માટેના રૃા. 10 લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. લાઈનમેન/હેલ્પરની મુદ્ત 11 માસ વધારવામાં આવી હતી.
એમઆઈએસ સ્પેશિયાલિસ્ટની જગ્યા ઉપર આપવામાં આવેલ કોન્ટ્રાક્ટબેઈઝની નિમણૂકમાં 9 માસની મુદ્તમાં વધારો કરવામાં આવ્યો હતો. અમૃત ર.0 યોજનાની ગ્રાન્ટ અન્વયે નવા ભળેલા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી માટે સર્વે, ડિઝાઈન, ડીપીઆર, અને ડી.ટી.પી. તૈયાર કરવા તેમજ સુપરવિઝન સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સના કામ માટે 17પ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું.
શહેરના માર્ગોમાં થર્મોપલાસ્ટ પેઈન્ટ કરવા માટે રૃા. 4ર લાખ 6 હજારનું ખર્ચ મંજુર કરાયું હતું અને વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ મનુભાઈ તંબોલિયા, કિશોરભાઈ સોલંકી, નિકુંજભાઈ શુક્લનું સન્માન કરવામાં આવ્યું હતું.