ભાર વગરના ભણતરની વાતો સાથે છેલ્લા અનેક વર્ષોથી શિક્ષણમાં અને ખાસ કરીને શાળાકીય શિક્ષણમાં તબકકાવાર સુધારો કરવાની દિશામાં આપણે સૌ પ્રયત્નશીલ છીએ આપણી પધ્ધતિમાં મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીની વાર્ષિક પરીક્ષા અને તેનું પરિણામ છે.
વિદ્યાર્થીઓ પર પરિણામની માઠી અસર ન પડે એટલા માટે પરિણામ બાદ બે વિષયમાં અનઉતિર્ણ થયેલા ધો. ૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામા આવે છે. આ પૂરક પરીક્ષાને કારણે અનેક વિદ્યાર્થીઓનું કિંમતી વર્ષ બચાવી શકાય છે. અનઉતિર્ણ અને નાસીપાસ થયેલા વિદ્યાર્થી માટે પૂરક પરીક્ષાએ આશાનું કિરણ છે.
સામાન્ય પ્રવાહનું આવેલું નબળુ પરિણામ અને તેમાંપ ણ ખાસ કરીને અંગ્રેજી વિષયમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અનઉતિર્ણ થયા છે. અંગ્રેજી વિષયનું પુસ્તક અને પરીક્ષા પધ્ધતિ નિયત કરવામાં આપણે પણ થોડુ થોડું કર્યું હતુ. છેલ્લા અનેક વર્ષથી સરકારી શાળાઓ અને અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી થઈ નથી. પરિણામે વિદ્યાર્થીઓને ભણવાની સૂચારુ વ્યવસ્થા કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ આ સંજોગોમાં ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની માફક સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે તેવી અમે માંગણી કરી છે.
ટુકમાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પણ બે વિષયની પૂરક પરીક્ષા આપવાની તક આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્યની માંગે છે.