જુલાઈમાં લેવાનાર પરીક્ષાથી બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને મળશે લાભ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધેલા નિર્ણય મુજબ માર્ચ-૨૦૧૯માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (ધોરણ-૧૨) વિજ્ઞાન પ્રવાહમાં એક કે બે વિષયમાં અનુર્તિણ કે ગેરહાજર હોવાનાં કારણે અનુતિર્ણ હોય તેવા ઉમેદવારો જુલાઈ (પુરક) ૨૦૧૯ની પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. એક વિષયમાં અનુતિર્ણ ઉમેદવારોની યાદી શાળાઓમાં મોકલી આપેલ છે.
જયારે બે વિષયમાં અનુતિર્ણ ઉમેદવારોની કોમ્પ્યુટર યાદી સામાન્ય પ્રવાહનાં પરીણામ સાથે શાળાઓમાં મોકલવામાં આવશે તો વિજ્ઞાન પ્રવાહમાં એક કે બે વિષયમાં અનુતિર્ણ ઉમેદવારોએ નિયત ફી સાથે શાળાનો સંપર્ક કરવાનો રહેશે. શાળાઓએ ઉપસ્થિત થનાર ઉમેદવારોની સહી કોમ્પ્યુટર યાદીમાં લેવાની રહેશે અને તેની નિયત પરીક્ષા ફી ચલણથી ભરવાની રહેશે. ચલણનો નમુનો બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવેલ છે જેની આચાર્ય, શિક્ષક, વાલી, વિદ્યાર્થીઓએ નોંધ લેવી.