નિબંધ મુજબ તમામ વિદ્યાર્થીઓનો મિત્ર વિક્રમ, જે ટેનિસ રમે છે અને ૯૬ વિદ્યાર્થીઓ વિક્રમને પ્રથમ વખત સ્કૂલમાં મળ્યા હતા.
પરિક્ષા ખંડમાં ચોરી કરવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે એવામાં ઘણા વિદ્યાર્થીઓ એકબીજાની જવાબવહીમાંથી જોઈને લખતા હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના કવાલી કેન્દ્રમાં તો ગજબ જ થઈ ગયું રસપ્રદ વાત તો એ છે કે ૯૬ વિદ્યાર્થીઓએ મારો પ્રિય મિત્ર નામનો નિબંધ મિત્રનું નામ કે સામાન્ય વિગત બદલ્યા વિના જ લખી નાખ્યો. નકલ કરી પણ અકલ ન વાપરી.
સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડે માસ કોપી અંગે કવાલી, ગોંડલ, મોટા કોન્ડા, કોડીનાર, મહિસાગર અને મોરવા રૈના એમ છ સેન્ટરોને સુચના આપી હતી. કુલ ૬૬ વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યો હતો અને માસ કોપીનો કેસ નોંધાયો હતો. તમામ ૯૬ વિદ્યાર્થીઓનો મિત્ર વિક્રમ છે જે ટેનિસ રમે છે. બધા વિદ્યાર્થીઓ વિક્રમને સ્કૂલમાં મળ્યા હતા અને વિક્રમ પર્યાવરણ શિક્ષણ બાબતે ખુબ જ ઉત્સાહી હતો અને તમામ વિદ્યાર્થીઓએ એક જ સરખો નિબંધ લખ્યો હતો.
વિદ્યાર્થીઓને પુછપરછ માટે ગુજરાત બોર્ડે ગાંધીનગર બોલાવ્યા છે જેને હવે પનીશમેન્ટ આપવામાં આવશે. કોપી કેસવાળા વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં એટલા કાચા હતા કે તેઓ ‘માય બેસ્ટ ફ્રેન્ડ’ એવું પણ લખી શકતા ન હતા તો ઘણાએ વિક્રમ નામ પણ સાચુ લખ્યું ન હતું. પાછા તેમના ભાગ્ય કેવા વિજળી ગાયબ થતા સીસીટીવીમાં ઘટના કેદ પણ થઈ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com