લશ્કર-એ-તોયબાના ટોચના આતંકીનો ખાત્મો: સર્ચ ઓપરેશન
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાખોરો વળતો જવાબ આપતા શ્રીનગર ખાતેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર મારવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં એક પોલીસ અધિકારી શહીદ થયા હતા.
આતંકીઓ લોકોના ઘરમાં છુપાયા હોવાની જાણ થતાં સિકયોરીટી ફોેર્સે ફતેહ કદલ વિસ્તારને ઘેરી લીધું હતું.
સિકયોરીટી કોર્સ તે ઘરમાં પ્રવેશતા છુપાઇને આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. તો આ ઘર્ષણમાં એક પોલીસ શહીદ થયા અને ત્રણ આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારાયા હતા. પરિસ્થિતિ સંવેદનશીલ જણાતા શાળા કોલેજો બંધ કરવામાં આવી હતી તો મોબાઇલ ઈન્ટેનેટ સેવા પણ રદ કરવામાં આવી હતી. ઠાર મરાયેલા આતંકીઓમાં ફલાઝ અને બાંગુ લશ્કરે તાઇબાના આતંકીઓ હોવાનું સામે આવ્યું હતું. અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીનો વિઘાર્થી અને હિઝબુલ મુજાહીદીન સભ્ય મનન વાનીની એન્કાઉન્ટરમાં મોત થતા તેના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો હતો.