વિરાટ,ધોની, બુમરાહ, હાર્દિક પંડયા અને ભુવનેશ્ર્વર કુમારને આરામ અપાશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ રવિવારે શ્રીલંકામાં થનારી નિદાહાસ ટ્રોફી માટે ૧૫ સભ્યોની ભારતીય ટીમ જાહેર કરી છે. બોર્ડે રોહિત શર્માને કેપ્ટન જાહેર કર્યો છે.ત્યારે શિખર ધવન ઉપ કેપ્ટન રહેશે. નિદાહાસ ટ્રોફી શ્રીલંકાની સ્વતંત્રતાના ૭૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનાર છે. આ સીરીઝની શરૂઆત આવતીકાલથી થનાર છે. આ ટ્રાય સીરીઝમાં ભારત સહિત શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ ભાગ લેશે.
બીસીસીઆઈએ પાંચ સીનીયર ખેલાડિયો જેમકે કેપ્ટન વિરાટ કોહલી, એમએસ ધોની, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્ર્વર કુમાર અને હાર્દિક પંડયાને આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ચાઈનામેન કુલદિપ યાદવને અંગુઠામાં ઈજા થતા તેને પણ આરામ આપવાનું નકકી કરાયું છે. કુલદિપને બદલે અક્ષર પટેલને પોતાની ક્ષમતા દર્શાવવામાટેનું સ્થાન આપવામા આવશે.
જેમાં દિપક હુડા, વિજય શંકર વોશિંગ્ટન સુંદર મોહમ્મદ સિરાજ અને ઋષભ પંતના નામ સામેલ છે. આ ઉપરાંત દિનેશ કાર્તિક અને એએલ રાહુલ પાસે પણ પોતાની બલ્લેબાજી દર્શાવવાનો સારો મોકો છે. હાઈ પર્ફોમન્સની ટીમે સલાહ આપી હતી કે આપણા તેજ બોલેરોને આરામની જ‚રત છે. શ્રીલંકાની નીદાહાસ ટ્રોફીમાં આ વખતે રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, દિપક હુડા, વોશિંગ્ટન સુંદર, યજુર્વેન્દ્ર ચહલ, અક્ષણ પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ અને ઋષભ પંત સામેલ છે.