નામાંકિત ડોકટરો સેવા અને  બ્રહ્મસમાજના તડ ગોળોનો પ્રમુખો તેમજ વિવિધ સમાજ અગ્રણીઓ ઉપસ્થિતિ

અબતક,રાજકોટ

ભારત રત્ન . અટલ બિહારી વાજપેઈઝીની સ્મૃતિમાં ‘ભૂદેવ સેવા સમિતિ ’ અને જીનેસીસ હોસ્પીટલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં 450 થી વધુ લાભાર્થીઓએ આ નિ:શુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ અને સ્થાપક તેજસ ત્રિવેદી જણાવે છે કે આ સર્વરોગ નિદાન કેમ્પમાં મુખ્ય મહેમાન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને પ્રદેશ ભા.જ.પ. અગ્રણી  નીતિભાઈ ભારદ્વાજે પ્રેરણાદાયી ઉપસ્થિતી આપી હતી તેમજ દર્શિતભાઈ જાની પ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ , રાજકોટ , ડો . રાજેશભાઈ ત્રિવેદી , પ્રમુખ શ્રીમાળી બ્રહ્મસમાજ , કલેશભાઈ જોષી –

મહામંત્રી સતર તાલુકા , ઝાલાવાડ બ્રહ્મસમાજ , નિશાંતભાઈ રાવલ , મહામંત્રી , બ્રહ્મપુરી હડીયાણા ચોવીસી બ્રહ્મસમાજ , જયેશભાઈ જાની – પ્રમુખ , હળવદ બ્રહ્મસમાજ , ડો . અતુલભાઈ વ્યાસ – પ્રમુખ ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ , જે.પી. ત્રિવેદી – પ્રમુખ , ઓમ માનવ કલ્યાણ ટ્રસ્ટ , રાજકોટ , મહેન્દ્રભાઈ રાવલ – મહામંત્રી , મોરબી – વાંકાનેર બ્રહ્મસમાજ , પરશુરામ યુવા સંસ્થાના  અંશભાઈ અભયભાઈ ભારદ્વાજ , વોર્ડ નં . 8 ના કોર્પોરેટર  ડો . દર્શનાબેન પંડયા , વોર્ડ નં . 1 ના કોર્પોરેટર  ડો . હીરેનભાઈ ખીમાણીયા , પી.ડી. માલવીયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા , રાજુભાઈ ઝુંઝા , મહેશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ સર્વરોગ નિદાન કેમ્પમાં ડો . અર્ચીત રાઠોડ , ડો . જયંત મહેતા , ડો . પ્રતાપસિંહ ડોડીયા , ડો . ભરત વડગામા , ડો . દર્શન ભટ્ટ , ડો . પાર્થ પટેલ , ડો . શૈલેષ જોરીયા એ નિ:શુલ્ક સેવા આપી હતી તથા કો – ઓર્ડીનેટર પરેશ દવે રહ્યા હતા .

આ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના વિશાલભાઈ આહ્વા અને જયભાઈ પુરોહીતના માર્ગદર્શન હેઠળ વિશાલ ઉપાધ્યાય , નિરજ ભટ્ટ , મયુર વોરા , દિલીપ જાની , પુજન પંડયા , અર્જુન શુકલ , માનવ વ્યાસ , રાજ દવે , સંદિપ પંડયા , દર્શન પંડયા , જય ત્રિવેદી , ગોપાલ જાની , મનન ત્રિવેદી , ચિરાગ ઠાકર , ભરતભાઈ દવે , જીજ્ઞેશ ત્રિવેદી , વિશાલ ઠાકર , વિરલ જોષી જહેમત ઉઠાવી હતી

તમામ દર્દોનું નિદાન સારવાર એકજ સ્થળે ઉપલબ્ધ કરાવવું એક જ અમારો મુખ્ય ઉદેશ: ડો. અર્ચિત રાઠોડ

અબતક સાથેની વાતચીત દરમિયાન ડો. અર્ચિત રાઠોડએ જણાવ્યું હતુ અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ભુદેવ સેવા સમિતિ અને જીનેસીસ હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો છે. જેમાં હોસ્પિટલના અમારા ડોકટર્સની ટીમ દ્વારા નિ:શુલ્ક ચેકઅપ સારવાર કરી આપેલ આ કેમ્પનો મુખ્ય હેતુ દર્દીઓને હોસ્પિટલના એક જ પ્લેટફોર્મ પર બધા જ પ્રકારનાં દર્દીઓને બધી જ સગવડતા મળી રહે અને પ્રાથમિક સારવાર નિદાન મળી રહે તે હતો અમે એવું નકકી કરેલ કે દર્દીને વધારાના આ કેમ્પમાં આવનાર દર્દીઓને વધુ ઈન્વેસ્ટીગેશનની જરૂરત રહે તે કોસ્ટલી હોય તો આજે હોસ્પિટલ તરફથી 40 થી 60 ટકા ડિસ્કાઉન્ટ આપશે.

જીનેસીસ હોસ્પિટલમાં અનેક વિભાગો કાર્યરત: ડો. પ્રતાપસિંહ ડોડીયા

અબતક સાથેની વાતચિત દરમિયાન ડો. પ્રતાપસિંહ ડોડિયાએ જણાવ્યું હતુ કે જીનેસીસ હોસ્પિટલ ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં ભૂદેવ સેવા સમિતિના સહયોગથી નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલના તમામ નિષ્ણાંત ડોકટરોએ નિ:શુલ્ક સેવા આપી છે. બહોળીસંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો છે.અમારી હોસ્પિટલમાં સર્જરી, ગાયનેક, ઈએનટી, ઓર્થોપેડીક, મેડીકલ, ક્રીટીકલ વગેરે વિભાગો કાર્યરત છે. આ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય ગરીબ દર્દીઓને ચેકઅપ કરી રાહત દરે સારવાર કરવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.