જીનશાસનમાં નંબર એક પર રહેલા ત્રેપનમાં વર્ષીતપના વિશ્વવિક્રમી આરાધક અચલગચ્છાપતિ પૂ.આ. ગુણોદયસાગરસુરિજી મહારાજાનો જાજરમાન ચાર્તુમાસ પ્રવેશ સમગ્ર કચ્છ- મુંબઇ વગેરે ગામોના ગુરુભકતોની વિશાળ માનવમેદની વચ્ચે કચ્છના માંડવી તાલુકાના મુઠી જેવડા નાના રતાડીયા ગામે અત્યંત ઉલ્લાસભેર થયો હતો.
ચાર્તુમાસ પ્રવેશની રથયાત્રામાં અમદાવાદથી હાથી, સફેદ કલરના ઘોડા, ઉંટ તેમજ બળદગાડા વગેરે શણગારીને તેમજ ડીસાના પ્રખ્યાત અજન્તા બેન્ડની સુરાવલી તથા ઢોલ રાસ મંડળી તથા ચાંદીના શણગારેલા બેડા સાથે પ્રવેશનું નજરાણું બન્યા હતા.
આ પ્રસંગે નાના રતાડીયા ગામના તમામ જ્ઞાતિના લોકોનું સ્વાત્મીવાસ્તલ્ય જમણ રાખવામાં આવેલ ચાર્તુમાસને ચાર ચાંદ લાગે તે માટે સંઘના ઠાકરશીભાઇ, હેમચંદભાઇ સહીતના અનેક વીર સૈનિકો દિવસ રાત જહેમત ઉઠાવી સુંદરમાં સુંદર વ્યવસ્થા સંભાળી રહ્યા છે.