કેન્દ્રિય બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ અંતર્ગત જિલ્લાના ખેડૂતોને રૂ.૬ હજારની સહાયનો ત્રીજો ભાગ ચૂકવવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
દેશના નાના ખેડૂતોને વાર્ષિક ‚ા.૬ હજારની સહાય આપવાની કેન્દ્રીય બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. જેના આધારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ખેડૂતોના ખાતામાં આ સહાય ચૂકવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જિલ્લાના દરેક નાના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં રૂ.૬ હજારની સહાયનો ત્રીજો ભાગ એટલે કે, રૂ.૨ હજાર ચૂકવવામાં આવનાર છે.
વર્ષ ૨૦૧૯-૨૦ના કેન્દ્રીય બજેટમાં બે હેકટરથી ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો પ્રધાનમંત્રી ખેડૂત નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ત્રણ ભાગમાં કુલ રૂ.૬૦૦૦ની સહાય સીધી બેંક એકાઉન્ટમાં ચૂકવામાં આવનાર છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે આ યોજનાની ગત ૧લી ડિસેમ્બરથી અમલમાં મુકવામાં આવી છે.
યોજનાના ફર્સ્ટ કવાર્ટરની રૂ.૨ હજારની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચાલુ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં રૂ.૨ હજાર રકમ જિલ્લાના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરી દેવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ તાજેતરના લેન્ડ રેકોર્ડમાં જે ખાતેદારોના નામ હશે તેઓને જ આ સહાય ચૂકવવામાં આવશે. નવા ખાતેદારોને સહાય મેળવવા માટે રાહ જોવી પડશે.