આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દશામાંના વ્રતનો પ્રારંભ થઈ ગયો છે. શ્રધ્ધાળુઓ ૧૦ દિવસ સુધી માતાજીની મૂર્તિની પૂજા અર્ચના,નૈવેધ આરતી કરી ભક્તિભાવ સભર ઉપવાસ કરી વ્રત કરશે. જેની તૈયારીઓમાં માતાજીની પૂજા માટે પુજાપો,ચુંદડી,શણગાર વગેરે ખરીદી કરી શ્રધ્ધાપૂર્વક પોતાના ઘરે માતાજીની સ્થાપના કરી મા ના ગુણગાન સાથે પૂજા અર્ચના કરે છે.
માતાજીનાં આ વ્રત દરમિયાન 10 દિવસ સુધી મહિલાઓ અને કન્યાઓ ઉપવાસ અને વ્રત કરે છે. ત્યારે કાલે ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં રાત્રીના સમયે ચન્દ્રમાં દશામાંના દર્શન થયા છે. આ અંગે ફોટાઓ વાઈરલ થઈ રહ્યા છે. અને લોકો પણ પોતાના સગા સબંધીઓને ફોન કરી ફોટા વોટસેઅપ પર પણ શેર કરી રહ્યા છે. તેઓ આ તસ્વીરો મોકલીને માતાજીનો અવકાશિય નજારો નિહાળોનું કહે છે.
આ તસ્વીરો અંગે હજુ કોઈ ખુલાસો થયો નથી પરંતુ આ તસ્વીરો એડિટ કરીને વાયરલ કરી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે.