સંતરામપુર નગર પાલિકાના બે ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ આગ કાબુમાં ન આવતાં લોકોમાં આગની તીવ્રતા જોઈ ફફડાટનો માહોલ સર્જાવા પમ્યુઓ હતો.
બનાવની વિગત એ છે કે, મહિસાગર જિલ્લાના સંતરામપુર નગર માં આવેલ ગોધરા ભાગોળ ચોકડી પાસે આવેલ આશિક અલી તાહેર અલી સાયકવાલા ની કારીયાળ ની દુકાનમાં અકસ્માત એ ઈલેક્ટ્રીક શોર્ટ સરકીટ લાગતાં અને ખાવાના તેલ ના ડબ્બા ઓ ભરેલા હોઈ આગ પુરઝડપે લાગી હતી, આગ કાબુમાં ન આવતા લોકો ધ્વારા દુકાનમાં રહેલ માલસામાન કાઢવામાં મદદ કરવામાં આવી હતી. દુકાનદાર ને લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ નું જણવા મળેલ છે.
સાંજના 5.00 વાગ્યાના સુમારે લાગેલી આગ બે કલાક જેટલો સમય થવા છતા આગ ના ઓળવાતા દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તેમજ લુણાવાડા. ગામેથી ફાયર ફાયતર બોલાવવવાની તનત્ર ને ફરજ પાડેલ હતી. આશરે ચાર થી પાંચ કલાક પછી આગ શાંત થવા પામેલ હતી. સદનશીબ એ કોઈ જાનહાની થવા પામોલ ન હતી.
વેપારીને ત્યાં આગ લાગી હોવા છતાં સંતરામપુર ની સરકારી કચેરીમાં થી કોઈ પણ અધિકારી એ આવી મોટા પ્રમાણમાં લાગેલી આગ ના સ્થળે મુલાકાત લેવાની દરકાર સુધ્ધાં કરી નહોતી!!!
આગમાં બલી ગયેલો સામાન જોઈ વેપારી ની હાલત ખુબજ ખરાબ થવા પામેલ હતી, થયેલા નુકસાન. ની ભરપાઈ કોણ કરશે તે બાબતે ઉપસ્થિત પ્રજાના મનમાં અનેક સવાલો ની ચર્ચા એ ભારે જોર પકડશે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com