સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા સેલવાસના પોલીસ વિભાગ, વનવિભાગ તેમજ ભારતીય રિઝર્વ બટાલીયનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા સંયુકત હિન્દી પખવાડી અંતર્ગત શ્રુત લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ પોલીસ કમિશનરની કચેરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં હિન્દુ અનુવાદક ભારતી સોલંકી, મનસ્વી જૈન તેમજ અન્ય અધિકારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું અધિકારીઓએ કહ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા છે. અને આ પ્રકારની સ્પર્ધાથી રાષ્ટ્રીય ભાષાનો વધુ પયોગ થાય છે તે ખૂબજ સરમુનીય છે. આ અવસરે શરદ ભાસ્કર દરોડ વિશેષ શુભકામનાઓ આપી ઉપસચિવ કરણજીત વડોદરીયાના માર્ગદર્શનમાં આયોજીત આ સ્પર્ધાનાં અંતમાં ડો. અનિતા કુમારે બધાનો આભાર માન્યો આ સ્પર્ધામાં ૩૬ સ્પર્ધકોએ ભાગ લીધો.
સેલવાસમાં હિન્દી પખવાડિયા અંતર્ગત શ્રુત લેખન સ્પર્ધા યોજાઈ
Previous Articleપર્વાધિરાજ પર્યુષણ પર્વ પૂર્ણતાના આરે: ગુરૂવારે સવંત્સરી
Next Article ૬૫ ઉપવાસ પૌષધ સાથેની આરાધના