ચલ…ચલ… સેલ્ફી લે…લે…રે..
પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજના મુજબ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાન પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ્ા શ્રીમતી ડો.દીપીકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લાઓમાં મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત વોર્ડ નં.3, શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ, રેલનગર ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા ધ્વારા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાની અધ્યક્ષ્ાતામાં અને પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની ઉપસ્થિતિમાં યોજાયું હતું.
આ તકે પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ જણાવેલ કે પ્રદેશ ભાજપ મહિલા મોરચાની યોજનાનુસાર હાલ કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થી મહિલાઓ સાથે સેલ્ફી અભિયાન કાર્યરત છે ત્યારે આ અભિયાન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અંત્યોદયના સિધ્ધાંત પર આધારીત સર્વાંગિ વિકાસના બહુવિધ આયામોનો અનુભવ કરવાની અને તે જ સમયે ન્યુ ઈન્ડીયા ની ભવ્ય યાત્રાનો એક ભાગ બનવાની સુવર્ણ તક છે.
આ તકે વર્ષાબેન રાણપરાએ પ્રાશંગિક ઉદબોધન ર્ક્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન કિરણબેન હરસોડા તથા અંતમાં આભારવિધિ લીનાબેન રાવલએ કરેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપ મંત્રી અરૂણાબેન આડેસરા, જયોત્સનાબેન ટીલાળા, જયાબેન ડાંગર,વર્ષાબેન રાણપરા તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના હોદેદાર બહેનો, કોર્પોરેટર બહેનો, તેમજ તમામ વોર્ડના મહિલા મોરચાના હોદેદાર બહેનો ઉપસ્થિત રહયા હતા. આ એક કરોડ સેલ્ફી અભિયાનમાં પ00 થી વધુ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોર્ડ-3ના વોર્ડપ્રમુખ હેમુભાઈ પરમાર તેમજ વોર્ડના કાર્યર્ક્તાઓએ જહેમત ઉઠાવી હતી.