કોહલીએ ૯મી વખત ૧૫૦થી વધુનો સ્કોર કરી ઓસ્ટ્રેલિયાનાં ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડયો
પુણે ખાતે બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી પોતાની કેપ્ટનશિપ ઈનિંગ રમી હતી. જયારે પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન બાદ કેપ્ટન કોહલીએ જણાવતા કહ્યું હતું કે, કેપ્ટન તરીકેની જવાબદારી મોટો સ્ત્રોત ઉભો કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. મયંક અગ્રવાલની સાથે કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી ફટકારી ટીમનો સ્ટોક ૬૦૦ રનને પાર પહોંચાડી ઈનીંગ ડિકલેર કરી હતી ત્યારે હાલ દક્ષિણ આફ્રિકા ૪૧ રનનાં સ્કોર પર પોતાની ૪ વિકેટ ગુમાવી દીધી છે. ટોસ જીતી પ્રથમ બેટીંગ કરનાર ભારતીય ટીમનો સ્કોર ૬૦૦ રનને પાર પહોંચ્યો હતો તેમાં વિરાટ કોહલીએ પોતાનાં નામે ૭ થી વધુ રેકોર્ડ સ્થાપ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનું કહેવું છે કે કેપ્ટનશિપની જવાબદારી તેને પડકારજનક પરિસ્થિતિઓમાં પોતાની મર્યાદાઓની પરે જઈને આગળ વધવા માટે પ્રેરીત કરે છે. તેણે કહ્યું હતું કે આનાથી જ તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ મળે છે. સાઉથ આફ્રિકા સામે પુણેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દાવમાં કોહલીએ અણનમ ૨૫૩ રનની ઈનિંગ્સ રમી છે. જે ટેસ્ટમાં તેની સાતમી બેવડી સદી છે અને તે ટેસ્ટમાં સૌથી વધુ બેવડી સદી નોંધાવનારો ભારતીય બની ગયો છે. શુક્રવારે બીજા દિવસની રમતના અંતે કોહલીએ કહ્યું હતું કે કારકિર્દીમાં નાની-નાની સિદ્ધિઓ મેળવીને ઘણું સારૂ લાગે છે. શરૂઆતમાં મને મોટા સ્કોર નોંધાવવામાં તકલીફ પડતી હતી પરંતુ જ્યારે મને સુકાની બનાવવામાં આવ્યો ત્યારે હું સતત ટીમ અંગે જ વિચારુ છું. તમે ફક્ત તમારી વ્યક્તિગત સિદ્ધિઓ વિશે વિચારી શકો નહીં.
વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહવાગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે બેવડી સદી લગાવનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. શુક્રવારે સાઉથ આફ્રીકા સામે પુણેમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય કેપ્ટન પોતાની કરિયરની ૭મી બેવડી સદી ફટકારી. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૭૦૦૦ રન પણ પૂરા કરી લીધા છે. કોહલીએ પોતાની ૮૧મી ટેસ્ટ મેચની ૧૩૮મી ઈનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ મેચની ૩૨૯ ઈનિંગમાં અને વીરેન્દ્ર સહવાગે ૧૦૪ ટેસ્ટ મેચની ૧૮૦ ઈનિંગમાં ૬-૬ બેવડી સદી ફટકારી હતી.
વિરાટ કોહલીનાં રેકોર્ડ વિશે વાત કરવામાં આવે તો કોહલી ભારતીય ટીમનો કેપ્ટન તરીકે કુલ ૪૦ સદી ફટકારી ચુકયો છે જેમાં રીકી પોન્ટીંગ કેપ્ટન તરીકે ૪૧ સદી ફટકારી છે. બીજા રેકોર્ડની વાત કરવામાં આવે તો કોહલી ભારતનો એકમાત્ર બેટસમેન બન્યો છે કે જેને ૭મી વખત બેવડી ફટકારી હોય. એજ મેચમાં જયારે ત્રીજા રેકોર્ડ વિશે વાત કરવામાં આવે તો ડોન બ્રેડેમેનને પાછળ છોડી ભારતીય ટીમનાં ટેસ્ટ સુકાની વિરાટ કોહલી ૯ વખત ૧૫૦થી વધુ રન નોંધાવ્યા છે. જયારે ચોથા રેકોર્ડની વાત કરવામાં આવે તો તેને ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે રીકી પોન્ટીંગનાં ૧૯ ટેસ્ટ સેન્ચ્યુરીની બરોબરી કરી છે. એવી જ રીતે ૫માં રેકોર્ડ જે તેના નામે નોંધાયો છે તે તેનાં ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધીક ૨૫૪ રન નોટ આઉટ તરીકે નોંધાવ્યો છે. જે પહેલા તેનો શ્રીલંકા સામેનો સર્વાધિક રન ૨૪૩નો હતો. ટેસ્ટ મેચમાં સર્વાધીક સેન્ચ્યુરી સચિન તેંડુલકરનાં નામે છે જેમાં હાલ ભારતીય ટીમનાં ટેસ્ટ સુકાની તરીકે વિરાટે ૨૬ સેન્ચ્યુરી ફટકારી પાકિસ્તાનનાં ઈઝમામુલ હક, વેસ્ટ ઈન્ડિઝનાં ગેરી સોબર્સ અને ઓસ્ટ્રેલિયાનાં સ્ટિવ સ્મિથને પાછા પાછળ રાખી દીધા છે.