સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે ભુપેન્દ્રભાઇ પટેલે સત્તા સંભાળ્યા બાદ આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યુ છે. આ એક વર્ષના કાર્યકાળમાં તેઓએ અનેક વિધ સિઘ્ધીઓ હાંસલ કરી છે. 156 બેઠકો જીત્યા બાદ બીજી ટર્મમાં ભૂપેન્દ્રભાઇ વધુ તાકાતવર બન્યા છે.
ભૂપેન્દ્ર પટેલે 12 ડિસેમ્બર, 2022ના રોજ ઐતિહાસિક જનાદેશ બાદ મુખ્યમંત્રી તરીકે બીજી વાર શપથ ગ્રહણ કર્યાં હતાં.
12 ડિસેમ્બર-202ર ના રોજ ગુજરાતના સી.એમ. પદે બીજીવાર શપથ ગ્રહણ કર્યા હતા
મુખ્યમંત્રીપદે ભુપેન્દ્રભાઇ પટેલે કર્યુ બીજી ટર્મનું એક વર્ષ પૂર્ણ: નાનુ મંત્રી મંડળ છતાં ગુડ ગવર્નન્સનો અહેસાસ: વિકાસની નવી કેડી કંડારી
સુશાસન
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે અયોધ્યા ખાતે વિશાળ યાત્રી ભવનનું નિર્માણ થશે, યુનેસ્કો દ્વારા ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને ’અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર’તરીકે સ્થાન મળ્યું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ગુજરાતને દેશમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું. માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ થકી રાજ્યની સંસ્કૃતિ અને “અસ્મિતા” જાળવી શકાય તે માટે ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત કરતો કાયદો બનાવ્યો, સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણના 20 વર્ષની સફળતાપૂર્વક ઉજવણી કરી
. જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતની ફરિયાદો ઓનલાઇન લેવાનો નિર્ણય, મુખ્યમંત્રી કાર્યાલયમાં લોકોના પ્રશ્નોના નિવારણ માટે ટેક્નોલોજી આધારિત જન સુવિધાઇ – મોડ્યુલ્સ કાર્યરત થયાં, વડાપ્રધાનના સુશાસનની પ્રેરણાથી યુવાનોના પ્રોત્સાહક વિચારોને સરકાર સાથે જોડવાની દિશામાં સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપની શરૂઆત, જસ્ટીસ ઝવેરી કમિશનની ભલામણો રાજ્યમાં લાગૂ કરાઈ, ઓ.બી.સી. વર્ગોને બેઠકો/હોદ્દા માટે(પ્રમુખ, મેયર, સરપંચ) 27 ટકા અનામત રહેશે., બીપરજોય વાવાઝોડાના સામે ‘ઝીરો કેઝ્યુઅલ્ટી’ એપ્રોચ સાથે મોટી જાનહાનિ અને નુકસાન ટાળી શકાયું.
વાયબ્રન્ટગુજરાત સમિટ
મુખ્યમંત્રીનો જાપાન અને સિંગાપોરનો સફળ પ્રવાસ, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના પૂર્વાર્ધમાં 14.44 લાખ કરોડના સંભવિત રોકાણના એમ.ઓ.યુ. માટે ઉદ્યોગ કર્તાઓએ ઈંઋઙ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું, વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ‘સમિટ ઓફ સક્સેસ’ તરીકે ઉજવણી કરી, વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત રૂા.25,147 કરોડના રોકાણો માટે 2,590 એમ.ઓ.યુ. થયાં,ગુજરાત મેમરી ચીપ્સનું ઉત્પાદન કરતું ભારતનું પ્રથમ રાજ્ય બનશે,
રાજ્યમાં જી-20 બેઠકોનું સફળતાપૂર્વક આયોજન
ગાંધીનગરમાં જી-20 એનર્જી ટ્રાન્ઝિશન્સ વર્કિંગ ગ્રૂપની બીજી બેઠકનું આયોજન થયું. જી-20 અધ્યક્ષતા હેઠળ બી20 અને ત્રીજી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક યોજાઇ. જી-20 અધ્યક્ષતા હેઠળ યુ-20 મેયોરલ સમિટનું આયોજન થયું. જી-20 અંતર્ગત 3જી નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની બેઠક યોજાઇ જેમાં ૠઈંઋઝ સિટી આકર્ષણનું કેન્દ્ર બન્યું. જી-20 ભારત પ્રેસિડેન્સી અંતર્ગત ગાંધીનગરમાં મેડટેક એક્સપો-2023નું સફળ આયોજન, જી-20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની કોન્ફરન્સના પ્રતિનિધિશ્રીઓએ મોઢેરા સૂર્યમંદિર અને સુજાણપુરા સોલાર પાવર ઉત્પાદન અને સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી, મહિલા સશક્તિકરણ પર ૠ20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
શિક્ષણ અને કૌશલ્ય નિર્માણ
શાળા પ્રવેશોત્સવના 20મા તબક્કાનું સફળતાપૂર્વક આયોજન થયું. 27 જિલ્લાઓની 27, 368 પ્રાથમિક શાળાઓની 46,600 થી વધુ મહાનુભાવોએ મુલાકાત લીધી. 9 લાખ 77 હજાર ભુલકાંઓનો આંગણવાડી પ્રવેશ, ધોરણ-1 માં 2.30 લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો, એસટી બસમાં મુસાફરી કરતાં વિદ્યાર્થીઓ-મુસાફરો માટે ઓનલાઈન પાસ સુવિધા, સરકારી ડિગ્રી ઇજનેરી અને પોલિટેક્નિક કોલેજો ખાતે રોબોટિક્સ એન્ડ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ અંતર્ગત થ્રીડી પ્રિન્ટીંગ, કોડિંગ, અઈં-ખક, ઇલેક્ટ્રીક વ્હીકલ, સેમિ ક્ધડક્ટર ડિઝાઇન એન્ડ એડવાન્સ વેરિફિકેશન, સાયબર ફિઝીકલ સિસ્ટમ, ક્લાઉડ સર્વિસીસ જેવી ન્યુ એજટેકનોલોજી માટે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો નિર્ણય, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ-6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાન સેતુ ડેસ્કૂલ્સ માટે કુલ રૂા. 64 કરોડની જોગવાઈ, રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,000 થી વધુ યુવાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરી, ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાની જાહેરાત કરી.
કૃષિ અને પશુપાલન
ગુજરાતમાં ‘રવી કૃષિ મહોત્સવ’ ની શરૂઆત, ખરીફ પાકના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 10 લાખ હેક્ટર જેટલો વધારો, રાજ્યના ખેડૂતોને સિંચાઇ માટે વધારાનું 2.27 મિલિયન એકર ફીટ પાણી આપવાનો નિર્ણય, રાજ્યમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ વધી રહ્યો છે, 20 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ છે અને રાજ્યમાં 8.5 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે., રાજ્યના 96,00,000 પશુઓને ઋખઉ/બ્રુસેલ્લોસીસ રસીકરણ દ્વારા સુરક્ષિત કરાયા., લાલ ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે રૂા.330 કરોડનું પેકેજ જાહેર કર્યુ.
નાગરિક પુરવઠો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના તમામ ગોડાઉન ખાતે હાઇક્વોલિટી સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું થયું, સરકારી અનાજની ચોરી કે ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરે ખાસ તપાસ દળ (એસ.આઇ.ટી.) ની રચના કરી છે. , રાજ્યના 71 લાખ ગઋજઅ કાર્ડધારક પરિવારોને મળ્યું વિના મૂલ્યે અનાજ
વંચિતોનો વિકાસ
ગંભીર એનીમિયા ધરાવતી 10 હજારથી વધુ આદિવાસી માહિલાઓની ઓળખ કરી તેમની જરૂરિયાત મુજબ સારવાર કરીને માતા મૃત્યુ દરમાં ઘટાડો કરાયો., આદિમ જૂથો જેવા કે કોટવાળિયા, કોલઘા, કાથોડી, સિદ્દી, પઢાર તેમજ હળપતિઓ માટે મુખ્યમંત્રી આદિમ જાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજનાની જાહેરાત., વિકસતી જાતિના 10 લાખ વિદ્યાર્થીઓને રૂા. 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ, એસ.સી. અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીનીઓને સાયકલ સહાય
મહિલા
મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય, સૌપ્રથમ જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર. 200 થી વધુ યોજનાઓ માત્ર મહિલા લક્ષી. બજેટમાં રૂા. 1,04,986.70 કરોડની ફાળવણી માત્ર મહિલાઓ લક્ષી યોજનાઓ માટે., દીકરી ભણે અને આગળ વધે તે માટે 1285 જેટલી ક્ધયાઓને મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડીકલ શિક્ષણ (ખઇઇજ અભ્યાસક્રમ) માટે સહાય આપી., મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ 7 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ સ્તરમાં સુધારો લાવવા દર માસે 1 કિ.ગ્રા તુવેર દાળ, 2 કિ.ગ્રા ચણા, 1 લીટર સિંગ તેલ અપાયું, 1,85,642 જેટલી સગર્ભા મહિલાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ આર્થિક સહાય આપી સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કર્યું.
આરોગ્ય
ઙખઉંઅઢ-મા યોજના અંતર્ગત તા.11 જુલાઈથી રાજયના નાગરિકોને રૂા. 5 લાખની મળતી સહાય વધારીને રૂા.10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ આપવાની શરૂઆત. ’વન નેશન – વન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયેલા 272 ડાયાલિસિસ કેન્દ્રોમાં ગત 6 મહિનામાં 1.5 લાખથી વધુ ડાયાલિસીસ કરવામાં આવ્યા. , રાજ્યમાં 3,32,35,291 આભા કાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે. , શાળા પ્રવેશોત્સવથી રાજ્યના1 કરોડ બાળકો માટે હેલ્થ ચેક અપ અભિયાનનો પ્રારંભ. આરોગ્ય માટે બજેટમાં 15,182 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી.
યુવા વિકાસ
- ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ-2023’ અનુસાર: રોજગારવાંચ્છુ યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
- આગામી 2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતીનું આયોજન
- રાજ્યના યુવાઓને રોજગારી મળી રહે તે માટે 10, 338 જેટલી લોક સંવર્ગની ભરતી, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને 1287 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી . વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી 8000 ભરતીનું આયોજન
- રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં 433 જેટલા ભરતી મેળાઓનું આયોજનઅને 1 લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસર
- રાજ્યમાં એક જ દિવસમાં 2500 થી વધુ કર્મયોગીઓને નિમણૂક પત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા. બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસટન્ટ સંવર્ગમાં 2306 – ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2માં133 અને ખેતીવાડી અધિકારી વર્ગ-2 સંવર્ગમાં 92નું નવું માનવબળ રાજ્ય વહીવટીતંત્રને પ્રાપ્ત થયું.
- દરેક જિલ્લામાં સેચ્યુરેશનએ પ્રોચથી એક જિલ્લાક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન.
લોકોની સુરક્ષા
- મક્કમતાથી ગુજરાત જ નહીં પરંતુ દેશમાં ડ્રગ્સને ઘૂસતું અટકાવ્યું છે.
- જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો. સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ રોકવા કડકમાં કડક સજાનું વિધેયક લાવીને સરકાર યુવાનોના ભવિષ્યને ધૂંધળું થતું અટકાવવા પ્રતિબદ્ધ બની છે.
શહેરી અને ગ્રામીણ વિકાસ
- શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા માટે જાગૃતિ કેળવાય તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ
- સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી
- રાજ્યની 157 નગરપાલિકાઓને રોડ રીસર્ફેસીંગ માટે રૂા.100 કરોડની ફાળવણી
- શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા5જિલ્લાઓમાં ડોર ટુ ડોર કલેક્શન માટેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય.
- રાજ્યની 20 નગરપાલિકાઓમાં મોડેલ ફાયરસ્ટેશનને મંજૂરી
- રાજ્યમાં 21 નવા સિટી સિવિક સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં.
- બેચરાજીના સંપૂર્ણ વિકાસ માટે ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરવામાં આવી
જળ સંચય અને જળ સિંચન
- 92 લાખ જેટલા નવા નળ કનેક્શન અપાયા
- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી માર્ચ 2024 સુધી આપવાનો નિર્ણય
- અમરેલી ખાતે જનભાગીદારીથી શરૂ થયો જળ મહોત્સવ
- સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુન:વસવાટ માટે બનાવાયેલી વસાહતો તેના મૂળ ગામ સાથે ભેળવવાનો મહત્વ પૂર્ણ નિર્ણય.
ગ્રીન ગ્રોથ
- રાજ્યમાંરિન્યુએબલ ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે રિન્યુએબલ પોલિસી 2023ની જાહેરાત
- રાજ્યમાં ઇલેક્ટ્રીક વ્હીકલના પ્રોત્સાહન માટે ઇ.વી. પોલિસી-2021નું સફળ અમલીકરણ અને 464 ઇલેક્ટ્રીક બસ ફ્લીટ કાર્યરત
- ગ્રીન ગ્રોથ માટે પાંચ વર્ષ માટે રૂા. 2 લાખ કરોડની ફાળવણી
- ગ્રીન ઉર્જાને પ્રોત્સાહનની દિશમાં નવી હાયડ્રોજન પોલિસીની જાહેરાત
નાગરિક પરિવહન
- ગુજરાતના 87 રેલવે સ્ટેશનોનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ. આ તમામ રેલવે સ્ટેશનો આઇકોનિક રેલવે સ્ટેશન બનશે.
- રાજકોટમાં કાર્યરત થયું ગ્રીનફિલ્ડ એરપોર્ટ.
- અમદાવાદ મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઇફ લાઇન. સામાન્ય દિવસોમાં સરેરાશ 90 હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ 75 હજાર મુસાફરોએ પ્રવાસ કર્યો.
- રાજ્યના નાગરિકોને ઉત્તમ પરિવહન સેવા મળી રહે તે માટે નવી 1154 બસો રાજ્યના નાગરિકોની સેવામાં મૂકી.
- રાજ્યમાં દર મહિને નવી 200 જેટલી બસો લોકોની સેવામાં મૂકવાનું આયોજન.
- મુસાફરોને છુટા આપવાની ઝંઝટથી મુક્ત થવાય તે માટે ક્યુ.આર. કોડ બેઝ 2,000 મશીન સંચાલનમાં મૂક્યા અને આવનાર દિવસોમાં આ ક્યુ.આર. કોડનો વ્યાપ વધારવાનો આયોજન.
- મુસાફરોને યાત્રા સુગમ અને સ્વચ્છ બને તે માટે શુભ યાત્રા-સ્વચ્છ યાત્રા ઝુંબેશ શરૂ કરવામાં આવી.
પ્રવાસન
- જૂનાગઢમાં નવીનીકરણ થયેલા ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ
- ધોરડોને સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજનું સન્માન પ્રાપ્ત થયું.
- રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસને કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો. એક જ વર્ષમાં કચ્છ ખાતેના સ્મૃતિવનમાં 4,62,667 અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 33,92,371 પ્રવાસીઓએ લીધી મુલાકાત.