અબતક, રાજકોટ
કોઈપણ ઉદ્યોગના વિકાસ માટે જે યોગ્ય રીતે નાણાં મળવા જોઈએ તે જો મળે તો જે તે ઉદ્યોગ સારી રીતે વિકસિત થઇ શકે છે અને તેનો લાભ પણ સમગ્ર દેશ અને રાજ્યને મળે છે. કોરોના ની કપરી પરિસ્થિતિમાં ઘણા ઉદ્યોગોને માટી અસરનો સામનો કરવો પડ્યો છે સામે સરકારે તેને બેઠો કરવા માટે પૂરતા નાણાં પણ આપ્યા છે. પરંતુ જે પ્રમાણે નાણાં મળવા જોઈએ તે ન મળતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. રાજકોટ જિલ્લામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા લીડ બેંક ની ભૂમિકા ભજવી રહી છે કેજે દરેક બેન્કોને અથવા તો દરેક ઉદ્યોગોને નાણા પુરા પાડતી હોય છે. આ તકે ચાલુ વર્ષના બીજા ક્વાર્ટરમાં જો સૌથી ઓછા ગાણા આપવામાં આવેલા હોય તો તે એમએસએમઇ ક્ષેત્ર છે. આંકડાકીય માહિતી મુજબ બંનેએ ક્વાર્ટર ની સરખામણીમાં 2.28 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા ખરા કારણ હોય છે પરંતુ હાલની સ્થિતિએ જે નાણાં આપવામાં આવેલા હોય તેમાં સૌથી ઓછા એમએસએમઇ ક્ષેત્રના છે.
પ્રાઈઓરિટી ક્ષેત્ર, ખેતી ક્ષેત્રની સરખામણીમાં 2.28 ટકાનો ઘટાડો એમએસએમઈમાં જોવા મળ્યો
અર્થવ્યવસ્થાને ઝડપથી વિકસિત કરવા માટે માત્ર એક લઘુ અને મધ્યમ ઉદ્યોગો નહીં પરંતુ દરેક ઉદ્યોગોનો સાથ અને સહકાર મળવો કેટલો જરૂરી છે જેમાં પ્રાયોરિટી ક્ષેત્ર જેમાં સ્મોલ સ્કેલ, ટ્રાન્સપોર્ટ, રિટેઇલ, શિક્ષણ સહિત એક વિભાગોનો સમાવેશ થતો હોય છે ત્યારે આ વિભાગ પણ દેશના અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્વનું પરિબળ છે. આ તકે જો પ્રાયોરિટી ક્ષેત્રની વાત કરવામાં આવે તો આ ક્ષેત્રમાં પણ ૨.૧૧ ટકા ઓછા નાણાં આપવામાં આવેલા છે. દરેક બેંકોની જવાબદારી ઊભી થાય છે કે જે મહત્વપૂર્ણ વિભાગો અને જે મહત્ત્વ પણ ક્ષેત્રો છે તેને નાની જે રીતે જરૂરિયાત ઊભી થતી હોય તે યોગ્ય સમય અથવા તો નિયત સમયમાં તેને પૂર્ણ કરવી જોઈએ પરંતુ હાલ જે ઘટ જોવા મળી રહી છે તેમાં ઘણા કારણો પણ સામે આવી રહ્યા છે.
બીજી સૌથી મોટું અને જરૂરી ક્ષેત્ર જો કોઈ હોય તો તે ખેતી ક્ષેત્ર છે જેમાં પણ એક પોઈન્ટ 1.39 ટકાનો ઘટાડો પહેલા ક્વાર્ટરની સરખામણીમાં જોવા મળ્યો હતો. વાસ્તવિકતા એ પણ છે કે જે રીતે ખેડૂતોનો પાક સારો થયો હોય તો તેઓને ના લેવાની જરૂરિયાત ઓછી ઉભી થતી હોય છે ખેતી ક્ષેત્રમાં નાણાં જો યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર ના વિકાસ અર્થે કરવામાં આવે તો ઘણો ફાયદો ખેડુતને મળી શકે છે પરંતુ સામે બેંકોનું જે વલણ જોવા મળવું જોઈએ તેમાં પણ હકારાત્મકતા દાખવવામાં આવે તો ઘણા ખરા અંશે સુધારો જોવા મળશે.
બીજી તરફ રાષ્ટ્રીયકૃત બેંક ઓફ વિજય વિશ્વાસનીયતા ઉપર પ્રશ્ન ઉભા થયા છે ગાયના પણ અનેક કારણો સામે આવ્યા છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે પ્રાઇવેટ બેન્કો સાથે કો-ઓપરેટિવ બેન્કો જે રીતે સરકાર અથવા તો ગ્રાહકોને સેવા કરી શકવામાં નિષ્ફળ નિવડયું છે તેની સરખામણીએ રાષ્ટ્રીયકૃત બેંકો નું પ્રમાણ વધ્યું છે અને લોકોનો ભરોસો પણ આ ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળ્યો છે આવનારા સમયમાં રાષ્ટ્રીયકૃત બેંકો નો ભરોસો વધવાના પગલે જે નાણાંની ખેંચ તાણ લોકોને અનુભવતી હતી તેમાં પણ હવે ઘટાડો થશે. લીડ બેંક હર હંમેશ દરેક ક્ષેત્રના ઉત્થાન માટે અનેક પ્રોજેક્ટ લક્ષી નિર્ણય લેતી હોય છે એટલું જ નહીં વધુને વધુ કઈ રીતે ગ્રાહકોને લાભ મળી શકે તે દિશામાં પણ સતત ચર્ચા અને વિચારણાં કરતું હોય છે.