લાલપર અને હિંગોળ ગઢ પાસે બે વખત હાઇવે પર ઓવરટેક કરવાના બહાને આંતરી બબાલ કરી: કોળી પ્રૌઢ જીવ બચાવવા ખેતરમાં ઘુસી ગયા
બે માસ પૂર્વે કૌટુંબિક દીકરી સાથે પ્રેમ સંબંધ રાખવા મુદ્દે બંને કોળી પ્રૌઢ વચ્ચે મનદુ:ખ ચાલતું હતું
વીંછીયા હિંગોળગઢ ગામે જુના ઝગડાનો ખાર રાખી આઇસર ચાલક કોળી આધેડને આંતરી અન્ય કોળી શખ્સે ધોકાથી ફટકારી ધમકી આપ્યા અંગેની વીંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે વીંછીયાના થોરિયાળી ગામે રહેતા ઘનશ્યામ શિવાભાઈ રાજપરા ( ઉ.વ ૪૨ )એ વીંછીયા પોલીસ સ્ટેશનમાં આરોપી મહેશ શિવાભાઈ રાજપરા સામે મારમારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. હેડ કોન્સ્ટેબલ ડી.કે.વસાણીએ વધુ તપાસ હાથ ધરી છે.થોરિયાળી ગામના કોળી પ્રૌઢ પોતાના મિત્ર રસિક ટપુ કણોતરા સાથે વીંછીયા સમૂહ લગ્નમાં આઇસરમાં વાસણનો સામાન ભરવા માટે ગયા હતા. જ્યાંથી સામાન ભરી કોળી પ્રૌઢ રાજકોટ જતા હતા. જે અરસામાં જુના ઝગડાનો ખાર રાખી મહેશ વીનુંભાઈ રાજપરાએ અન્ય આઇસરમાં પીછો કરી લાલવાદર ગામ પાસે કોળી પ્રૌઢ સાથે માથાકૂટ કરી એક ધોકાનો ઘા કપાળના ભાગે ફટકારી નાશી છૂટ્યો હતો.ઇજાગ્રસ્ત કોળી પ્રૌઢ ફરી આઇસર ચાલુ કરી રાજકોટ મુકામે જતા હતા.ત્યારે ફરી કોળી પ્રોઢે પીછો કરી હિંગોળ ગઢ ગામે પાસે આઇસરને આંતરી ઘનશાયમ રાજપરા સાથે ઝપાઝપી કરી ધોકાથી મારમાર્યો હતો. જે ઝઘડામાં રૂ. ૩૩,૫૦૦ની રોકડ ફરિયાદી ઘનશયામભાઈની વાડીમાં પડી ગયાનું અને જીવ બચાવી અન્ય વાડીમાં નાશી છૂટ્યા હતા. બાદમાં બનાવ અંગે વીંછીયા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી જઇ કોળી પ્રૌઢની મદદ કરી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં બે માસ પૂર્વે ફરિયાદી ઘનશ્યામ રાજપરાએ પોતાની કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ તોડી નાખવા બાબતે આરોપી મહેશ રાજપરાને ટપાર્યો હતો.જે બાબતનું મનદુ:ખ રાખી ફરી હુમલો કર્યાનું ખુલ્યું હતું.