પ્રદુષણ, સૌર એનર્જી, સ્વાસ્થ્ય સુરક્ષા સહિતના મોડેલ દર્શાવ્યા
નેશનલ સાયન્સ ડે નીમીતે ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કુલના રાજકોટ યુનિટમાં સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ ફેરમાં ૧૮૦ બાળકો દ્વારા અવનવા વિજ્ઞાનના પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા.
આજના યુગમાં પ્રગતી અને સીઘ્ધી મેળવવી હશે તો ટેકનોલોજીનો સહારો લેવો જ પડે. નાનપણથી જ બાળકોને શિક્ષણમાં ટેકનોલોજી અને અવનવા સંશોધનીની માહિતી આપવી જરૂરી છે. માહિતી માત્ર થીયેરીમાં જ નહીં, પ્રેકટીકલ પણ બાળકોને મળવી જોઈએ. આ જ માર્ગે ચાલીને ક્રિષ્ના ગ્રુપ ઓફ સ્કુલ દ્વારા બાળકોને થીયેરીની સાથે પ્રેકટીકલ જ્ઞાન પણ મળી રહે એવા આશ્રય સાથે નેશનલ સાયન્સ ડે નિમિતે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અને ત્રંબાના ક્રિષ્ના સ્કુલના યુનિટના બાળકો જોડાયા હતા.
આ સાયન્સ ફેરમાં કે.જી.થી લઈને ધો.૮ સુધીના ૧૮૦ વિદ્યાર્થીઓએ ૫૨ જેટલા પ્રોજેકટ રજુ કર્યા હતા. બાળકો દ્વારા માનવીની જરૂરીયાતો, પ્રદુષણ સૌર એનર્જીના આવિસ્કારો, સ્વાસ્થ્ય, સુરક્ષાના સાધનો, બાયોવેસ્ટ સહિતના વિષયો પર સુંદર મોડેલ અને ચાર્ટ દ્વારા પ્રોજેકટ બનાવવામાં આવ્યા હતા. બાળકો દ્વારા તૈયાર થયેલા પ્રોજેકટોને નિહાળવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં આવ્યા હતા. જય વિજ્ઞાનના નારા સાથે ક્રિષ્ના સ્કુલનું યુનિટ ગુંજી ઉઠયું હતું. આ સાયન્સ ફેરની તમામ વ્યવસ્થા શિક્ષકો અને શાળાના વ્યવસ્થાપક મેમ્બરે સંભાળી હતી.