શ્રેષ્ઠ શિક્ષણ આપનાર અને સર્વશ્રેષ્ઠ પરિણામ લાવનારનું સન્માન કરવામાં આવ્યું.
વિદ્યાભારતી સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મારુતિનગર, રણછોડનગર, નવા થોરાળામાં આવેલી ત્રણેય શાળાઓ પોતાના શ્રેષ્ઠ શિક્ષણ, સર્વશ્રેષ્ઠ પરિણામ અને ઉચ્ચ સંસ્કારી પારિવારિક વાતાવરણ માટે ખ્યાતનામ છે. શ્રેષ્ઠ શિક્ષણ આપનાર અને સર્વશ્રેષ્ઠ પરિણામ લાવનારને પ્રોત્સાહન એ આ સંસ્થાની આગવી પરંપરા રહી છે.
આથી જ સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં વિદ્યાર્થી-શિક્ષક પરિવારનો સન્માન-સ્નેહમિલનનો કાર્યક્રમ ઉજાવવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં સંસ્થા તરફથી ત્રણેય સંકુલમાં પોતપોતાના વિષયમાં ૧૦૦% પરિણામ લાવનાર ૧૧ શિક્ષકોને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી તેમજ ત્રણેય સંકુલોના શિક્ષકોના ધોરણ ૧૦ અને ૧૨માં ઉત્તીર્ણ થનાર ૧૨ સંતાનોને સ્કૂલ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સાથે જોડાયેલ દરેક વ્યક્તિ સંસ્થા પરિવારનો સભ્ય છે. આથી આ સંસ્થાની કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિનાં સંતાનો સારું પ્રદર્શન કરે તો એ સન્માનને પાત્ર છે. આ સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિ સમાજના દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એવી એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાનાં ટ્રસ્ટીશ્રી અનિલભાઈ કિંગર, રમેશભાઇ ઠાકર, હસુભાઈ ખાખી, અક્ષયભાઈ જાદવ, કીર્તિદા બેન જાદવ સહિત વ્યવસ્થાપક સમિતિનાં સભ્યો ખંતિલભાઈ મહેતા, હંસિકાબેન મણીઆર, રાજલબેન વ્યાસ, દિનેશભાઈ વ્યાસ, નિલભાઈ ગોવાણી વગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને પારિવારિક વાતાવરણ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.