વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર કન્યાશાળામાં ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં ધોરણ ૯ અને ૧૧ની વિદ્યાર્થીનીઓએ પોતાના ઘરેથી ટીફિન લાવી ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીનીઓને જમાડીને અનોખી ઉજવણી દ્વારા વિદાય આપી હતી. સરસ્વતી વિદ્યામંદિર સંકુલ સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે વિદ્યાર્થીની વિદાય સમારોહમાં વિદ્યાર્થીની બહેનોને બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠતમ પરિણામ મેળવવા ઉચીત મહેનત કરવાની તથા જીવનમાં ઉચ્ચતમ ધ્યેય-લક્ષ્ય હાંસલ કરવાની તેમજ ઘર-પરિવાર, સમાજ, દેશનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ ૧૦ અને ૧૨ની વિદ્યાર્થીની બહેનોનાં વિદાય સમારોહનું આયોજન શાળાનાં પ્રધાનચાર્ય દર્શનાબેન દોમડીયાએ કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન આચાર્ય કવનભાઈ દત્તાણીએ કર્યું હતું.
Trending
- અમરેલી બંધના એલાનને ફિક્કો પ્રતિસાદ
- ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- મહાકુંભ વિશ્ર્વભરની યુનિવર્સિટીને ‘પાઠ’ ભણાવશે
- કૌશલ્યવાન રમતવીરોને શોધી કાઢવા ગુજરાત સરકાર ટાસ્ક ફોર્સની રચના કરશે
- સિંધુ નદીના પટ્ટમાં સંગ્રહાયેલું રૂ.60 હજાર કરોડનું સોનું પાકિસ્તાની સરકાર બદલાવશે કે અંધાધૂંધી ફેલાવશે?
- TCLએ CES 2025 નવું ટેબ કર્યું લોંચ…
- Lavaની Pro Watch v1 માર્કેટને હચમચાવા તૈયાર…
- લિવ-ઇન પાર્ટનરની હ-ત્યા કર્યા બાદ, 6 મહિના સુધી લાશને ફ્રીજમાં છુપાવી