સ્વામિનારાયણ મંદીર, ગોપીનાથજી દેવસ્થળ, સોમનાથ મંદીર બાદ અંબાજી માતાના શિખર ધામ પણ સોનેથી ઝગમગશે
ગોલ્ડન ટેમ્પલની પદવી આમ તો અમૃતસરને આપવામાં આવી છે. પણ તમને જાણીને નવાઇ થશે કે ગુજરાતમાં ૪૦૦ કિલોના સોનાથી મઢેલા ૪ મંદીરો રહેલા છે. કોપર પર ચડાવેલી સોનાની પરતની કુલ કિંમત પણ ગણવામાં આવે તો રૂ ૧ર૦ કરોડની છે. અંબાજી માતાના શિખર મંદીરને ભારતના પર શકિતપીઠમાંથી એક ગણવામાં આવે છે જયાં ભદ્રપાડાના દિવસે પુનમના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે
આ મેળામાં ૧પ લાખથી વધુ ભાવિકોની ભીડ દર વર્ષે ઉમટે છે. માટે ૧પમી ઓગષ્ટ સુધીમાં શિખરા મંદીરમાં કુલ ૧૪૦ કિલોનું સોનુ મઢવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંચાલક એસ. જે. ચાવડાએ જણાવ્યું હતું કે મંદીર ૧૦૮ ફીટની ઉંચાઇ ધરાવે છે. જેમાં ૬૧ ફીટની ઉંચાર પર સોનું મઢવામાં આવ્યું છે. જેનો સુંદર નજારો અત્યારે પણ અડીખમ છે. જો કે વરસાદને કારણે મંદીરને સોને મઢવાની કામગીરી ઠપ રહી હતી.
જે હવે ઓગષ્ટ સુધીમાં પૂર્ણ થશે ચાવડા કહે છે કે સોનાની કારીગરી જોઇને ભકતો તૃપ્ત અનુભવે છે અમે દાન માટેના બેંકના અલગ ખાતા પણ ખોલાવ્યા છે. ૨૦૧૨ થી આ મંદીરમાં સોનુ મઢવાની શરુઆત કરવામાં આવી હતી. અને તેનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સ્વામીનારાયણ મંદીરોમાંથી મંદિરોને સોનું મઢવાનો રિવાજ ચાલુ થયો હતો. લોકો સારા પ્રમાણમાં દાન કરે છે.
ગાંધીનગરના ખોખારના બિલ્ડર મુકેશ પટેલે રપ કિલો સોનાનું દાન કર્યુ છે. જેવી રીતે સોમનાથ મહાદેવનો ૧ર જયોતિલીંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે એમ શિખરાના દરવાજા અને સ્તંભો સોને જડવામાં આવશે ફકત ૧૧૦ કિલો સોનું તો સુરત અને મુંબઇના જાણીતા ડાયમંડ વેપારી દ્વારા મંદીરને દાનમાં આપવામાં આવ્યું છે.
ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી અને સોમનાથ મંદીરના ટ્રસ્ટીઓ જણાવ્યું હતું કે પ૦ કિલો સોનુ મંદીરના કાર્યો માટે અને બાકીનું તેના ગુંબજ થાઅને સ્તંભ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ગોપીનાથજી દેવ મંદીરના મહંત એસ.પી.સ્વામીએ જણાવ્યું હતું કે આ મંદીર ર૦૦ વર્ષ જુનુ છે. માટે ભકતોના હ્રદયમાં વસે છે.. આ ભકતોની આસ્થાનું પ્રતિક છે કે રાજયમાં ચાર સ્વર્ણ મંદીરો થશે. વડતાલમાં આવેલ સ્વામીનારાયણ મંદીરને ૨૦૧૫ માં ૧૧પ કિલો સોનુ મઢવામાં આવ્યું હતું જેનું સંપૂર્ણ કામ થતા ૪ વર્ષનો સમય લાગ્યો હતો.