ભાવનગર બુધસભાના 18 કવિઓના સંમેલનમાં રાજકોટના સાહિત્ય પ્રેમીઓ ઝુમી ઉઠ્યા
દેશ-વિદેશમાં જાણીતા ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમ – ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃત્તિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ- રાજકોટ દ્વારા ભાવનગરની સુપ્રસિદ્ધ સેવા સંસ્થા શિશુવિહાર સંચાલિત બુધસભાના 18 કવિઓનું કવિ સંમેલન સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં સાહિત્ય સેતુના પ્રમુખ વસંતભાઈ ગાદેશાના અધ્યક્ષ સ્થાને તેમજ કલા-સાહિત્યપ્રેમી વિનુભાઈ ઝગડા, જાણીતા વક્તા ડો. ભદ્રાયુભાઈ વછરાજાની, દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી પ્રતાપભાઈ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ ગીરીશભાઈ કડવાણીના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવેલ જેનું શિશુવિહાર ભાવનગરના માનદમંત્રી ડો. નાનકભાઈ ભટ્ટે દીપ પ્રાગટ્ય કરીને કવિ સંમેલન ખુલું મુક્યું. આ પ્રસંગે આકાશવાણી રાજકોટના હિતેષભાઈ માવાણી, મોઢવણિક સમાજના અગ્રણી હરેનભાઈ મહેતા, કવિ સંજુ વાળા, કવિ ડો. લલિત ત્રિવેદી, સાહિત્ય મર્મી આર.પી. જોષી અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમના પ્રારંભે પ્રકાશ હાથીએ શિવસ્તુતિનું ગાન કરેલ, સમારંભના અતિથીઓનો પરિચય તથા સાહિત્ય સેતુ સંસ્થાની પ્રવૃત્તિની માહિતી અનુપમ દોશીએ આપેલ મહેમાનોનું ખેસ પહેરાવી પુસ્તક આપી સ્વાગત કરેલ.
રાજકોટ નગરમાં સૌ પ્રથમવાર કોઈ એક જ શહેરના 18 કવિઓ કવયિત્રીઓના યોજાયેલ કવિ સંમેલનને માણવા