વિદ્યાર્થીનીઓ અને એન એસ યૂ આઈ દ્વારા રાજુલા બસ સ્ટેન્ડમાં બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો
અબતક, ચેતન વ્યાસ
રાજુલા
રાજુલા એસટી બસ સ્ટેન્ડથી ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે વિદ્યાર્થીઓને સમયસર એસટી બસ ના મળતી હોવાથી રાજુલા એસ ટી બસ સ્ટેન્ડમાં વિઘાર્થીઓની દ્વારા ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીનીઓના ચક્કાજામના પગલે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર પોતાની ઓફિસ જતા આ સમગ્ર મામલાની જાણ થતાં તેઓ પણ એસ ટી બસ સ્ટેન્ડ ખાતે દોડી આવ્યા હતા. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને ફોન કરી આ સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય દ્વારા ટેલિફોનિક રજૂઆત કરવામા આવી હતી. જો સમસ્યાનો ઉકેલ ના આવે તો આઠ દિવસ બાદ આંદોલન છેડવાની ચીમકી પણ અંબરીષ ડેર દ્વારા આપી હતી.
રાજુલા એસ.ટી.ડેપો ખાતે વિદ્યાર્થીનીઓ અને એન એસ યું આઈ ના પ્રમુખ રવિરાજ ધાંખડા સહિત પુરી ટીમ યુવા કાર્યકરો સાથે મળી ચકાજામ કરતા ડેપો મેનેજર દોડી આવ્યા હતા. અને સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષભાઈ ડેર પણ દોડી આવ્યા હતા. રાજુલાના બારપટોળી, આગરિયા અને કુંડલીયાળા આમ ત્રણ ગામ ની બસ નિયમિત આવતી ન હોવાને કારણે વિધાર્થીઓ પરેશાન થતી હોવાની રજૂઆત અનેક વાર કરવામા આવી હતી પરંતુ પ્રસ નું નિરાકરણ નો આવતા આજરોજ વિદ્યાર્થીનીઓ અને એન એસ યું આઈ દ્વારા રાજુલા બસ સ્ટેન્ડમાં બેસી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ડ્રાઈવર દ્વારા વિદ્યાર્થિનીઓને ઉડાઉ જવાબ અપાતા ધારાસભ્યએ કાર્યવાહીની માગ કરી
ડ્રાઈવર દ્વારા વિદ્યાર્થિનીઓને ઉડાઉ જવાબ અપાતા હોવાને કારણે રોષ ફેલાયો હતો. રાજુલા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થિનીઓ દ્વારા પોતાના ગામની બસ ક્યારે આવશે તે જાણવા એક બસ ડ્રાઈવરને પૂછ્યું હતું. પરંતુ, ડ્રાઈવર દ્વારા ઉડાઉ જવાબ અપાતા આ ડ્રાઈવર સામે ધારાસભ્યએ તેની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા જણાવાયું હતું કે, વિધાર્થિનીઓને આપણે આઠ દિવસનો આ લોકોને ટાઈમ આપ્યે છીએ અત્યારે બધા ઉભા થઈ જાવ હવે જો સમય સર બસ રાજુલા વિધાનસભા વિસ્તારમાં નહિ દોડાવવામાં નહીં આવેતો હું બધી વિધાર્થીનીઓ સાથે અહીંયા ઉપવાસ ઉપર આવી ને બેસી જઈશ તેવુ ધારાસભ્ય અંબરીષ ડેર ચક્કાજામ કરનાર વિઘાર્થીનીઓ ને શ્રી અંબરીષ ડેર દ્વારા આ લોકો ને વસંત આપતા વિદ્યાર્થીનીઓ આંદોલન સમિતિ લેવામાં આવ્યું હતું.