દીક્ષાર્થીઓની ભવ્ય સંયમયાત્રા નીકળશે: જીતુભાઈ બેનાણીના નિવાસ સ્થાને સપ્તર્ષિ આચાર્ય વંદનાવલી
રાજકોટના જૈન ઇતિહાસમાં અનેક સોનેરી પૃષ્ઠ ઉમેરી જનારૂ ગુજરાતરત્ન પૂજ્ય સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્યે ૭૫ સંત-સતીજીઓનુ પસાર યેલું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ પૂર્ણ તથા કાલે સવારે ૦૭.૦૦ કલાકે સંત-સતીજીઓના વળામણાં રોયલપાર્ક ઉપાશ્રયી જીતુભાઇ બેનાણીના નિવાસસન એટ્લાન્ટિસ એપાર્ટમેન્ટ, સિલ્વર સોસાયટી, કરણ પાર્ક, ૧૫૦ ફૂટ રીંગ રોડ થશે.
જીતુભાઇ બેનાણીના નિવાસસને આચાર્યો પૂજ્ય ડુંગરસિંહજી મ. સા., પૂજ્ય ભીમજી સ્વામી, પૂજ્ય નેણશી સ્વામી, પૂજ્ય જેસિંગજી સ્વામી,પૂજ્ય દેવજી સ્વામી, પૂજ્ય જશાજી સ્વામી, પૂજ્ય પુરુષોત્તમજી સ્વામીના ઉપકારોનું વેદન કરી તેમને ભાવ વંદન કરવા માટે સપ્તર્ષિ આચાર્ય વંદનાવલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યાંથી નવકારશી બાદ સવારે ૦૮.૩૦ કલાકે રાષ્ટ્રસંત પૂજ્યના પરમ શરણમાં દીક્ષા અંગીકાર કરવા ઉત્સુક મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાની સંયમ ભાવનાનું સન્માન અને અનુમોદના કરવા ર્એ ભવ્ય સંયમ સન્માન શોભાયાત્રાનો પ્રારંભ શે.જૈન ધર્મ ગ્રંથ આગમગ્રંથો, મંગલકારી અષ્ટમંગલના પ્રતિકો, નાસિક ઢોલ, મસ્તકે સ્વસ્તિકના શુભ પ્રતિકને ધારણ કરેલી મહિલાઓ, અને અનેક અનેક ભાવિકોથી શોભતી અને રાજકોટના રાજમાર્ગો પર સંયમભાવોનો વિજય રણટંકાર કરતીઆ શોભાયાત્રા ૧૦.૦૦ કલાકે ડુંગર દરબારપધારશે.
આ અવસરે ધર્મવત્સલ જીતુભાઇ બેનાણીના સુપુત્રી કુ. ધારાબેન બેનાણીના ૩૪માં જન્મદિને શારીરિક અને માનસિક રીતે વિકલાંગ અનેક બાળકો દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે. દિવ્ય વાતાવરણમાં જન્મદિનને માનવતાની સરવાણીબનાવી, દિવ્યાંગ બાળકોને સાચવતી અને સંભાળતી પરોપકારી સંસઓને અનુદાન આપી જન્મદિનની ખુશાલી મનાવવામાં આવશે. સર્વને લાભ લેવા માટે શ્રી સંઘ તરફી અનુરોધ છે.