દીપાવલી પર્વે પાંચ દિવસીય યુવા સંસ્કાર શિબિર યોજાશે
અંધકારની વચ્ચે ઉજાશનો સંદેશ આપનાર દીપાવલી પર્વનાં શુભ દિવસો નજીક આવી રહયા છે ત્યારે શ્રી રોયલપાર્ક ઉપાશ્રયમાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનાંસાંનિધ્યે આત્માનાં અજ્ઞાનનાં અંધકારદૂર કરી જ્ઞાનની જ્યોતિ પ્રગટાવવા માટે વિશેષ ઉત્તરાધ્યયન સૂત્ર આધારિત પ્રવચન માળાનું આયોજન સવારે ૭-૧૫ થી ૮ -૧૫ કલાક દરમ્યાન કરવામાં આવ્યું છે.
ભગવાન મહાવીર સ્વામીએ પાવાપુરી નગરીમાં નિર્વાણ પહેલાનાં અંતિમ સમયે ફરમાવેલ અમૃતવાણી ઉત્તરાધ્યન સૂત્ર આગમમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. દિવાળીના દિવસે પ્રભુ મહાવીરનો નિર્વાણ દિન હોવાી જૈન સમાજમાં આ દિવસો દરમ્યાન શ્રીઉત્તરાધ્યયન સૂત્રની વાંચણીનું અધિક મહત્વ રહેલું છે.
રાષ્ટ્રસંત પૂજ્ય દ્વારા આ ચાતુર્માસમાં આચારાંગ સૂત્રના શબ્દોનાં રહર્સ્યા, ગુર્ઢા અને ભાર્વાને ઉદબોધિત કરતી વાંચણીમાં ભાવિકોએ ખૂબ ભક્તિ ભાવી લાભ લીધો હતો ત્યારે ફરીી રાષ્ટ્રસંત પૂજ્યના મુખેી આગમ વાંચનાનો લાભ મળતા જ્ઞાન પિપાસુ ભાવિકો ખૂબ ઉત્સુક અને ઉત્સાહી છે.
વિશેષમાં દીપાવલી પર્વના આ દિવસો દરમ્યાન ૧૫ થી ૩૫ વર્ષના યુવા વર્ગ માટે હર વર્ષની જેમ યુવા સંસ્કાર શિબિરનું આયોજન તા. ૧૦.૧૧.૨૦૧૮ થી ૧૪.૧૧.૨૦૧૮ દરમ્યાન કરવામાં આવ્યું છે. શિબિરના ફોર્મ રોયલપાર્ક ઉપાશ્રયમાં તેમજ online www. parasdham. org પર પણ ભરી શકાશે.સર્વને લાભ લેવા સંઘ તરફી ભાવભીનું આમંત્રણ છે.