ધો.૧ર (સાયન્સ ગુજરાતી) માં બોર્ડ પ્રથમ ર વિદ્યાર્થી, ધો.૧૦ માં બોર્ડ પ્રથમ ૧૦ વિદ્યાર્થી અને હવે ધો.૧ર (કોમર્સ) માં પણ બોર્ડ પ્રથમ ર વિદ્યાર્થી
તાજેતરમાં જાહેર થયેલ ધો.૧ર (કોમર્સ) ના પરિણામમાં ધોળકીયા સ્કુલ ફરી શહેનશાહ સાબીત થઇ છે. બોર્ડ ફર્સ્ટ ૨-૨ વિઘાર્થીઓની સાથે બોર્ડ ટોપટેનમાં અ… ધ… ધ…. રર વિઘાર્થીઓ આવેલ. તેમજ ૯૦ ટકા કે તેથી વધુ એવા એ-૧ ગ્રેડમાં ધોળકીયા સ્કુલનાં ૪ર વિઘાર્થીઓ સાથે સમગ્ર રાજકોટમાં અવલ્લ બની હતી. ૯૯ પીઆર કે તેથી વધુ ૧૪૭ વિ. તેમજ ૯૯ પીઆર તેથી વધુ ૫૪૧ વિઘાર્થીઓએ ઉચ્ચ ગુણ પ્રાાપ્ત કરેલ. ર૭ વિઘાર્થીઓએ તો બોર્ડમાં વિષય પ્રથમ એટલે કે ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બોર્ડના પરિણામો જયારે જયારે જાહેર થાય છે ત્યારે સમગ્ર રાજય કક્ષાએ પ્રથમક્રમાંકિત ધોળકીયા શાળા પોતાનો વિજય ડંકો લઇ રાજકોટનું ગૌરવ રાજય કક્ષાએ સ્થાપિત કરે છે. તે ફરી એકવાર સાબિત થયું છે. સુરતની દુ:ખદ ધટનાને ઘ્યાનમાં લઇ શાળામાં પરિણામની કોઇપણ જાતની ઉજવણી કરવામાં આવી ન હતી અને ઉજવણીના બદલે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુેં હતું.
કૃષ્ણકાંત ધોળકિયા ટ્રસ્ટી
ધોળકીયા સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકાંત ધોળકીયા એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સુરતમાં જે ધટના બની તેનાથી તેઓ ને ખુબ જ દુ:ખ છે તેથી આત્માની શાંતિ માટે તેમના તથા તેમની સ્કુલના પરિવાર દ્વારા શ્રઘ્ધાંજલી અપર્ણ કરવામાં આવી હતી.
સાથે જ વિઘાર્થીઓએ ખુબ જ મહેનત કરી હતી અને તેમના આ પરિણામથી તેઓ ખુબ જ ખુશ છે. અને બન્ને માઘ્યમમાં તેમની સ્કુલના વિઘાર્થીઓએ ગુજરાતને સર અંગ્રેજી-માઘ્યમમાં બુઘ્ધદેવ ઓમ ૯૯.૯૯ પીઆર સાથે ઉર્તીણ થયા હતા.
પારેખ કરણ ૯૯.૯૯ પીઆર
ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે પારેખ કરણએ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ પ્રથમ આવેલ છે. ઓમ બુઘ્ધદેવ અંગ્રેજી માઘ્યમાં ૯૯.૯૯ પીઆર મેળવેલ છે.
જેઠવા જય ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં દ્વિતીય ક્રમાંક, મેળવી સ્કુલનું ગૌરવ વધાર્યુ હતું. સાથે જ સ્કુલનાં ખુબ જ સારા સહયોગથી તેઓએ આ પરિણામ મેળવેલ છે. સાથે જ તેમના વાલીઓનો પણ ખુબ જ સારી સહયોગ તેમને મળેલ હતો.