શાળાનું ૯૬ ટકા ઝળહળતું પરિણામ: દ્રષ્ટિ સિધ્ધપુરાએ ૯૯.૯૭ પીઆર સાથે બોર્ડમાં તૃતીય સ્થાન મેળવ્યું: આચાર્ય અવધેશ કાનગડ અને જયંત કાનગડે વિદ્યાર્થીઓને પાઠવ્યા અભિનંદન
આજરોજ ધો.૧૨નું સામાન્ય પ્રવાહનું પરિણામ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જીલ્લાનું પરિણામ ૬૪.૬૧ ટકા જાહેર થયું છે. ત્યારે શુભમ સ્કુલનું ૯૬ ટકા ઝળહળતું પરિણામ આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીની દ્રષ્ટિ સિધ્ધપુરાએ ૯૯.૯૭ પીઆર સાથે બોર્ડમાં ત્રીજુ સ્થાન મેળવી શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં શુભમ સ્કુલે ઝળહળતું પરિણામ મેળવ્યું છે. જેમાં શાળાની વિદ્યાર્થીની દ્રષ્ટિ સીધ્ધપુરાએ ૯૯.૯૭ પીઆર મેળવીને બોર્ડમાં ત્રીજુ અને સ્કુલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે દ્રષ્ટિએ એસપી વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા છે. તેલી સીએ બનીને ઉચ્ચ કારકીર્દી ઘડવા ઈચ્છે છે રંગાલી જાનકી ૯૯.૯૨ પીઆર સાથે સ્કુલમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જાનકી કલેકટર બનવાનું સ્વપ્ન સેવી રહી છે. જોશી વિભાએ ૯૯.૫૫ પીઆર સાથે સ્કુલમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિભા સીએ બની પોતાની ઉચ્ચ કારકીર્દી ઘડવા ઈચ્છે છે મયુરસિંહ ચુડાસમાએ ૯૯.૫૩ પીઆર મેળવીને શાળામાં ચોથુ સ્થાન મેળવ્યું છે. મયુરસિંહ ઉચ્ચ અભ્યાસ કરીને બિઝનેસ મેન બનવા ઈચ્છે છે રામચંદાણી સંજયે ૯૯.૪૧ પીઆર સાથે શાળામાં પાંચમું સ્થાન મેળવ્યું છે. સંજય પ્રોફેસર બનવાનું સ્વપ્ન સેવી રહ્યો છે. રાઠોડ સીમાએ ૯૯.૪૬ પીઆર મેળવ્યા છે. તમામ વિદ્યાર્થીઓને આચાર્ય અવધેશ કાનગડ તેમજ જયંત કાનગડે અભિનંદન સાથે ઉચ્ચ કારકીર્દી માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.
- સિધ્ધપુરા દ્રષ્ટિ
- ૯૯.૯૭ પીઆર
- રાંગાણી જાનકી
- ૯૯.૯૨ પીઆર
- જોષી વિડયા૯૯.૫૫ પીઆ
- મયુરસિંહ ચુડાસમા
- ૯૯.૫૩ પીઆર
- રામચંદાણી સંજય
- ૯૯.૪૧ પીઆર
- રાઠોડ સીમા
- ૯૯.૪૬ પીઆર
શુભમ્ સ્કૂલ છેલ્લા ૭ વર્ષથી પરિણામોમાં નં.૧: અવધેશ કાનગડ
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધો.૧૨ સામાન્યય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતી શુભમ સ્કુલનાં આચાર્ય અવધેશ કાનગડએ જણાવ્યું હતુ કે શાળાના દરેક વિદ્યાર્થીઓની મહેનત સફળ થતા આજરોજ હું ખૂબજ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું અમારી શાળાના બે વિદ્યાર્થીઓ ૯૯ પીઆર સાથે બોર્ડમાં ઉતિર્ણ થયા છે. છેલ્લા સાત વર્ષથી શુભમ સ્કુલ દરેક પરિણામોમાં નંબર ૧ રહી છે. અમારી શાળાના ટીમ વર્કથી અંગ્રેજી માધ્યમાં પ્રથમ વર્ષ ૨૨માંથી ૨૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
શુભમ્ સ્કૂલની સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓને ફાળે: જયંતભાઈ કાનગડ
શુભમ સ્કુલના આચાર્ય જયંતભાઈ કાનગડએ જણાવ્યુંં હતુ કે સમગ્ર એરીયામાં શુભમ સ્કુલનું પરિણામ હંમેશા પ્રથમ ક્રમે જ રહ્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અમારી શાળાના ૯૯ પીઆર અપ ૬ વિદ્યાર્થીઓ તેમજ ૯૦ પીઆર અપ સાથે ૩૫ વિદ્યાર્થીઓએ બોર્ડમાં ઝળહળતી સફળતા મેળવી છે. તેમજ સમગ્ર બોર્ડમાં સિધ્ધપુરા દ્રષ્ટિ ત્રીજાક્રમે ઉતિર્ણ થઈ છે. શાળાના જવલંત પરિણામ બદલ હું વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓનો આભાર માનું છું શાળાના શ્રેષ્ઠ પરિણામનું શ્રેય વિદ્યાર્થીઓને ફાળે જાય છે.