મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન અંજનાબેન મોરજરીયા યાદીમાં જણાવે છે કે, આજરોજ ધોરણ-૧૦નું પરિણામ પ્રસિદ્ધ થયેલ છે. જેમાં રાજકોટ જીલ્લાનું ૭૩.૯૨% મેરીટ મેળવી ગુજરાતમાં રાજયમાં ત્રીજો ક્રમ મેળવેલ છે, તે બદલ તમામ વિદ્યાર્થીઓને, શિક્ષણગણ અને વાલીઓને શુભેચ્છા પાઠવેલ છે. તાજેતરમાં ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પણ રાજકોટ જીલ્લાએ ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું.

સૌરષ્ટ્ર તથા રાજકોટ શહેરના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા જતાં પરંતુ, છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર શિક્ષણનું હબ ઉભું થયેલ છે. અને ખૂબ જ સારા પરિણામો આવી રહ્યા છે. અત્યારે ગુજરાતમાંથી તેમજ અન્ય રાજ્યોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ રાજકોટ શહેરમાં આવી રહ્યા છે. ફરીને રાજયમાં રાજકોટ શહેર જિલ્લાએ ધોરણ-૧૦માં ત્રીજો નંબર મેળવી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. હજુ ભવિષ્માં પણ શૈક્ષણિક ક્ષેત્રે રાજકોટ શહેર ખુબ જ અગ્રેસર રહે, તેવી પદાધિકારીઓએ શુભકામના પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.