જીટીયુ દ્વારા જાહેર કરેલા સેમેસ્ટર-૧ના પરિણામમાં વીવીપીએ સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંકનો દબદબો જાળવી રાખેલ છે. સમગ્ર ગુજરાતમાં વીવીપીએ એસ.પી.આઈ મુજબ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જીટીયુ દ્વારા સેમેસ્ટર પ્રથમની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં કુલ ૧૯,૭૮૦ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી ૮,૧૬૫ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે અને ૧૧,૬૧૫ વિદ્યાર્થીઓ નાપાસ થયેલ છે. જીટીયુના ઝોન પ્રમાણે જોઈએ તો વલ્લભ વિદ્યાનગર ઝોનનું ૪૬.૧૯ ટકા પ્રથમ ક્રમે, અમદાવાદ ઝોનનું ૪૫.૬૯ ટકા દ્વિતીય ક્રમે, સુરતનું ૪૦.૭૬ ટકા ત્રીજા ક્રમે, રાજકોટ ઝોનનું ૩૭.૫૪ ટકા ચોથા ક્રમે અને ગાંધીનગર ઝોનનું ૩૩.૬૧ ટકા પાંચમાં ક્રમે આવેલ છે. વધુમાં સમગ્ર ગુજરાતમાં બ્રાંચ વાઈઝ ટોપટેનમાં વિદ્યાર્થીઓ બાયોટેકનોલોજી-૧૦, ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ-૦૩, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન-૨, કેમીકલ એન્જીનીયરીંગ-૨ અને ઈર્ન્ફોમેશન ટેકનોલોજી-૧ સ્થાન પ્રાપ્ત કરેલ છે. પરિણામોમાં વીવીપીનો દબદબો બરકરાર રાખવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીયાર તથા પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે વિદ્યાર્થીઓ તથા પ્રાઘ્યાપકોને સૌને અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.