સરપંચ પોતાના ઘરના નિયમો સલાવતા હોવાની ઉઠતી ફરિયાદો
અબતક, ભૌમીક તળપદા, પડધરી
પડધરી તાલુકાના દહીસરડા ગામે પડધરી થી નેકનામ રોડ પર દહીસરડા ગામ જે રામાપીરના મંદિર પાસે થી ગામના પાદર સુધી કાચો રસ્તો સમાર કામ થી બનાવવા માં આવ્યો તે કોઝવે નું કામ આશરે 2 મહિના પહેલા જ કામ શરૂ કરવામાં આવ્યું હતુ જે કોઝવે ઉપર થી એક ફુટ પાણી જતાં જ કોઝવે ની દિવાલ પાણી સાથે વહી ગઈ કોઝવે નું કામ જે સરકાર ના નિયમ મુજબ થવું જોઈએ તે મુજબ નહિ પરંતુ સરપંચ ના નિયમ મુજબ 2 દિવાલ મા લોટ પાણીને લાકડા દિવાલ વચ્ચે ટાસ મોરમ અને વિલાયતી નળીયા નાખી ભરતી ભરી અને સિમેન્ટનો માલ નાખી કામ પૂર્ણ કર્યું કોઝવે ની દીવાલ પડતાં જ સરપંચે જે કાચુ કામ કરી નળિયા નાખેલા હતા તેનો ભાંડો ફૂટયો આજે દોઢથી પોણા બે મહિના થવા આવ્યા છતાં કોઈ જોવા કે ચેક કરવા આવેલ નથી તો આ છ ગામના લોકોને ચાલવામાં હાલાકી પડતા રોષે ભરાયા હતા તાલુકા તંત્ર ને જાણ કરવામાં આવી તો હા જોવડાવી લેશુ તલાટી મંત્રી ને કીધું છે સરપંચ સાથે વાત કરી લઉં છું આવા બહાના કાઢી વાત વગોવી દે છે થોડા વરસાદ પડવાથી જો આવી સ્થિતિ સર્જાતી હોય તો ગામ માં શું પરિસ્થિત સર્જાય એ હવે સરકારે વિચારવા નું રહ્યું