મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે જયોતિરાદીત્ય સિંધીયાને પ્રમોટ કરી સત્તા મેળવવા કોંગ્રેસનો વ્યુહ હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી: દિગ્વીજયસિંહની સ્પષ્ટતા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વીજયસિંહે મઘ્યપ્રદેશમાં કોંગ્રેસમાં જુથવાદ ચાલી રહ્યો હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે આગામી ચુંટણીમાં કોંગ્રેસ જુથવાદને તિલાંજલી આપી એક થઇને ચુંટણી લડશે, છેલ્લા ૧પ વર્ષથી મઘ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તાથી દુર છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રીએ મઘ્યપ્રદેશનો ગઢ જીતવા કોંગ્રેસ એક જુથ થઇ હોવાનું જણાવી ચુંટણી જીતવા વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
ચાલુ વર્ષના અંતમાં મઘ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી યોજાનાર હોય કોંગ્રેસમાં જુથવાદ ખતમ થઇ રહ્યો છે. અને ટોચના વિરોધી નેતાઓ એક બની અત્યારથી જ ચુંટણી તૈયારીમાં જોતરાઇ ગયા છે. ત્યારે મઘ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વીજય સિંહે જણાવ્યું હતું કે છેલ્લા ૧પ વર્ષથી મઘ્યપ્રદેશના કોંગ્રેસ સત્તાથી દુર છે. અને હવે લોકો પણ શાસન પક્ષની તંગ આવી ગયા છે. તેમને ઉદાહરણ આપતા જણાવ્યું કે તેઓ તાજેતરમાં એક જીલ્લા મથકની મુલાકાતે ગયા ત્યારે સર્કિટ હાઉસના એક ચોકીદાર તેમની પાસે આવ્યા અને કહ્યું સાબ હમે સરકાર કો બદલનાં હૈ, આપ સબ એક હો જાણે….. દિગ્વીજયસિંહ જણાવ્યું કે આ એક ચોકીદારની મનની વાત નથી મઘ્યપ્રદેશનાં તમામ નાગરીકો આવું ઇચ્છી રહ્યા છે.
દરમિયાન દિગ્વીજયસિંહે ઉમેર્યુ કે આ વખતે તેઓ મઘ્યપ્રદેશના મુખ્યમંત્રીની રેસમાં સામેલ નથી તેમણે કહ્યું કે મે ૧૦ વર્ષ સુધી શાસન કર્યુ હવે નવા ચહેરાને તક આપવી જોઇએ.
ઉલ્લેખનીય છે કે મઘ્યપ્રદેશમાં સત્તા પરિવર્તનમાં અણસારો વચ્ચે કોંગ્રેસ એક જુથ થઇ છે અને મુખ્યમંત્રી તરીકે યુવા નેતા જયોતિરાદીત્ય સિંધીયાનું નામ પણ વહેતું થયું છે.
જો કે ચુંટણી પૂર્વ મુખ્યમંત્રીનું નામ જાહેર કરવાને લઇ દિવ્વીજયસિંહે જણાવ્યું હતું કે ૧૯૯૩માં અમારી સરકાર વખતે મને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યો ન હતો એજ રીતે ૨૦૦૪નો લોકસભા ચુંટણી સમયે ડો. મનમોહનસિંધને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર ન હોતા કરાયા, વધુમાં તેઓએ ઉર્મેર્યુ કે લોકશાહીમાં ચૂંટાયેલા ધારાસભ્યો જ મુખ્યમંત્રી નકકી કરવાની કોંગ્રેસની પ્રણાલી રહી છે.
દરમિયાન મઘ્યપ્રદેશમાં કોંગ્રેસ બસપા સાથે જોડાણ કરવાના સવાલનો જવાબ આપતા તેમણે ઉમેર્યુ કે વરિષ્ઠ કોંગ્રેસી નેતા કમલનાથજી અને માયાવતી વચ્ચે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે.
જો કે સંઘના આમંત્રણને માન આવી આર.એસ.એસ. ના ચીફ ગેસ્ટ બેનલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અંગેના સવાલમાં તેમણે જણાવ્યું કે આર.એસ.એસ. પોતાની છાપ સુધારવા માંગે છે અને કટ્ટરપંથી કટ્ટરવાર જુથમાંથી આધુનિક ઉદારવાહી સંગઠન તરીકે પોતાને સ્થાપિત કરી વધુ મત મેળવવા માટે આ આર.એસ.એસ.નો પ્રયાસ હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું.