આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરની ભરતીમાં પરીક્ષાર્થીઓને અન્યાય થતા વડી અદાલતમાં ઘા
શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આસીસ્ટનટ સીવીલ એન્જી. વર્ગ-ર ની ૧૦ જગ્યાઓ ભરવા માટે તા. ૨૩-૯-૧૮ ના રોજ લેવાયેલી પરીક્ષામાં કોર્ષ બહાના પ્રશ્નો પુછાતા પરીક્ષાર્થીઓ દ્વારા હાઇકોર્ટના દ્વારા ખખડાવવામાં આવતા હાઇકોર્ટ કોર્પોરેશનને શો કોઝ નોટીસ ઇસ્યુ કરી છે.
આ કેસની હકીકત એવી છે કે બી.ઇ. આસીસ્ટન્ટ સીવીલ એન્જીયર વર્ગ-ર ની ૧૦ જગ્યાઓની ભરતી માટે કોર્પોરેશન દ્વારા જાહેરાત પ્રસિઘ્ધ કરવામાં આવતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ ભરતીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ફોર્મ ભરેલું અને પરીક્ષાર્થીઓએ કોર્પોરેશન દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલા કોર્ષને અનુલક્ષીને લેવાનાર પરીક્ષા માટેની તૈયારી કરી હતી.
તા. ૨૩-૯-૧૮ ના રોજ કોર્પોરેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં ૧૯ થી વધારે પ્રશ્નો કોર્ષ બહારના પુછાતા પરીક્ષાર્થીમાં ઉહાપો મચી જવા પામેલો છ જે સંદર્ભે પરીક્ષાર્થીઓ દ્વારા કોર્પોરેશનના સંબંધીત અધિકારીઓને વાંધા અરજી આપવામાં આવેલા હતી. બાદ કોર્પોરેશન દ્વારા ૧૦૦ માર્ક નું પ્રોવીઝનલ પરીણામ જાહેર કરવામાં આવેલું હતું.
પરંતુ પરીક્ષાર્થીઓ દ્વારા આપવામાં આવેલ વાંધા અરજીને અનુલક્ષીને કોર્પોરેશને અંતિમ પરીણામ ૮૧ માર્કનું જાહેર કરેલું અને ભરતીની પ્રક્રિયાને આગળ પડકારી હતી.ભોગ બનેલા પરીક્ષાર્થીઓ દ્વારા તેમને થયેલા અન્યાય સામે કાયદાકીય લડત પ્રારંભ કરવામાં આવતા પરીક્ષાર્થીઓએ તેમના એડવોકેટ મારફત હાઇકોર્ટમાં કોર્પોરેશનની પરીક્ષાને પડકારી હતી.
હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસની ખંડપીઠ સમક્ષ પરીક્ષાર્થીઓ દ્વારા એડવોકેટ દ્વારા રજુઆત કરવામાં આવેલી કે પરીક્ષામાં ૧૯ થી વધુ માર્કના પ્રશ્નો જયારે કોર્ષ બહારના પુછવામાં આવેલા હોય તેનાથી અસંખ્ય પરીક્ષાર્થીઓને અન્યાય થયેલો હોય અને કોર્પોરેશન દ્વારા ફરીથી પરીક્ષા લેવામાં આવે તે સંદર્ભે રજુઆત કરતા હાઇકોર્ટ મ્યુનિ. કોર્પો.ને કારણે દર્શક નોટીસ ઇસ્યુ કરી આગામી મુદતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.પરીક્ષાર્થીઓવતી ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા, કેવલ પટેલ અને કૃષ્ણ પટેલ રોકાયેલા છે.